(જી.એન.એસ) તા. 6
અમદાવાદ,
ફરી એક વાર અમદાવાદ પોલીસને એક મોટી સફળતા મળી છે, ગેરકાયદેસર રીતે કરવામાં આવતો નશાનો કાળો કારોબારનો પર્દાફાસ કરીને ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 200 કિલોથી વધુ ગાંજો અને એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. ઓડિશાથી ટ્રકમાં ભરીનેલાવવામાં આવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ડિલિવરી આપવા માટે આવી રહ્યા હતા. વટવા GIDCમા ડિલિવરી કરે તે અગાઉ જ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી મોટી માત્રામાં ગાંજો અને ડ્રગ્સ કબ્જે કર્યું છે. આ જથ્થો કોને મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રક ઝડપી હતી. જેમાં તપાસ કરતા ટ્રકમાંથી સૂકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
અંદાજિત 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા સાથે ઓડિશાના ત્રણ શખસની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા. અમદાવાદની વટવા GIDCમા ડિલિવરી કરવાના હતા. પરંતુ તે અગાઉ જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ડિલિવરી કરીને આવ્યા હોવાની પણ શંકા છે. જેથી તે મામલે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત વટવા GIDCમાં જે વ્યક્તિને ડિલિવરી આપવાના હતા તેની પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદમાં અન્ય કોઈ જગ્યાએ ડિલિવરી આપવામાં હતા કે કેમ અને અગાઉ પણ આ રીતે ગાંજા અને ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
અગાઉ એરપોર્ટ પરથી નાર્કોટિક્ટસ કંટ્રોલ બ્યુરોએ એક ફિલીપાઇન્સ મહિલાની 2.121 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી હતી. ફિલીપાઇન્સથી જીનાલીન પડિવાન લિમોન(ઉવ. 41 રહે. ફિલિપાઇન્સ)નામની મહિલા સ્કૂલ બેગમાં 2.121 કિલો ડ્રગ્સ લઇને એરપોર્ટ પરથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહી હતી. જો કે, NCBની ટીમને પાક્કી બાતમી હતી કે, જીનાલીન હેરોઇન સાથે આવી રહી છે એટલે એરપોર્ટથી બહાર નીકળતા જ તેની ધરપકડ કરી લીધી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.