Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ એસઓજી ક્રાઇમે દોઢ લાખની કિંમતનો 14 કિલો 450 ગ્રામ જેટલા ગાંજા...

અમદાવાદ એસઓજી ક્રાઇમે દોઢ લાખની કિંમતનો 14 કિલો 450 ગ્રામ જેટલા ગાંજા સાથે એક મહિલાની ધરપકડ કરી

18
0

(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

અમદાવાદ શહેર હવે સ્માર્ટસિટીમાંથી ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યુ છે તેવા કિસસોમાં સતત વધારો થઈ રહ્યો છે જે ખૂબ ચિંતાની વસ્તુ છે પણ જો કે પોલીસ ની સતર્કતા ના લીધે આ ગેરકાયદેસર નશાનો કારોબાર અટકાવી દેવામાં આવે છે. શહેરના વટવા ગરીબ આવાસ યોજનાના મકાનમાંથી ગાંજો ઝડપાયો.એસઓજી ક્રાઇમે આશરે દોઢ લાખની કિંમતનો 14 કિલો 450 ગ્રામ જેટલા ગાંજા સાથે શબનમબાનું શેખ નામની મહિલાની ધરપકડ કરી છે. મહિલા પાસેથી ગાંજો મંગાવનાર આરોપીઓ અબ્દુલ માજીદ મલેક તેમજ કાયનાત સૈયદ ફરાર છે.

ગાંજાનો જથ્થો પુરો પાડનાર સુરતનો અશ્વિનીકુમાર પણ ફરાર છે. આ મામલે એસઓજીએ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. આમ પકડાયેલા ગાંજાનો છેડો છેક સુરત સુધી અડ્યો છે. અશ્વિનીકુમાર સુરતનો હોવાથી આ અંગે સુરત પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. અશ્વિનીકુમાર અંગે વધુ વિગત માંગવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે મેડલની રેસમાંથી બહાર
Next articleઇન્ડિયન નેવી ક્વિઝ THINQ2024 રજિસ્ટ્રેશનની તારીખ 31 ઓગસ્ટ 24 સુધી લંબાવાઈ