Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ એરપોર્ટ પર દિવાળીમાં મહિનામાં નવ લાખ મુસાફરની અવરજવર નોંધાઈ

અમદાવાદ એરપોર્ટ પર દિવાળીમાં મહિનામાં નવ લાખ મુસાફરની અવરજવર નોંધાઈ

35
0

અમદાવાદ એરપોર્ટ પર એક જ મહિનામાં 7.53 લાખ ડોમેસ્ટિક અને 1.31 લાખ ઇન્ટરનેશનલ મુસાફરોની અવરજવર નોંધાઇ છે. આમ, અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદિન સરેરાશ 28 હજાર મુસાફર અવરજવર કરે છે. અમદાવાદ એરપોર્ટ પર ઓક્ટોબરમાં કુલ 6253 ડોમેસ્ટિક અને 909 ઇન્ટરનેશનલ ફલાઇટની અવરજવરમાં આ આંકડા નોંધાયા છે. આ સ્થિતિ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર પ્રત્યેક ડોમેસ્ટિક ફલાઇટમાં 120 અને ઇન્ટરનેશનલ ફલાઇટમાં 144 લોકોએ મુસાફરી કરી. એવી જ રીતે, સપ્ટેબરમાં અમદાવાદ એરપોર્ટ પર 6.67 લાખ ડોમેસ્ટિક અને 1.11 લાખ ઇન્ટરનેશનલ મુસાફરની અવરજવર હતી.

સપ્ટેબરની તુલનામાં ઓક્ટોબરમાં હવાઇ મુસાફરોની સંખ્યા વધી હતી. તેનું કારણ એ હતું કે, ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો હતા. આમ, ડોમેસ્ટિકમાં 85 હજાર અને ઇન્ટરનેશનલમાં 12 હજાર મુસાફરો વધ્યા હતા. અમદાવાદ સિવાય ઓક્ટોબરમાં વડોદરા અને સુરત શહેરમાંથી પણ ડોમેસ્ટિકમાં સૌથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. એપ્રિલથી ઓક્ટોબર 2022માં છ જ મહિનામાં કુલ 37025 ફ્લાઇટ મુવમેન્ટમાં 43 લાખ ડોમેસ્ટિક મુસાફરે અવરજવર કરી હતી. આ સમયગાળામાં વર્ષ 2021માં 23,863 ફ્લાઇટમાં 23.31 લાખ મુસાફરો નોંધાયા હતા.

આમ અમદાવાદના ડોમેસ્ટિક મુસાફરોમાં 84% અને ફ્લાઇટ મુવમેન્ટમાં 55% વધારો થયો છે. આગામી સમયમાં અમદાવાદ એરપોર્ટ પર નવા સેક્ટરની ફલાઇટો શરૂ થશે જેના કારણે મુસાફરોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાણંદમાં બાળવા હાઇવે પર અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતાં 1નું મોત થયું
Next articleએકાઉન્ટન્ટની નોકરી છૂટી તો શેરબજારમાં ઝંપલાવ્યું, નુકસાન જતા યુવકે જીવન ટુંકાવ્યું