Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ એરપોર્ટ પર દંપતી 14 કરોડની ઘડિયાળ સાથે ઝડપાયું, 5 કરોડની ડ્યુટીથી...

અમદાવાદ એરપોર્ટ પર દંપતી 14 કરોડની ઘડિયાળ સાથે ઝડપાયું, 5 કરોડની ડ્યુટીથી બચવા જતા જેલ ભેગા થયા

17
0

(જી.એન.એસ) તા.૨૧

અમદાવાદ,

ઈન્ટેલિજન્સની તપાસમાં જાણવા મળ્યું કે ઘડિયાળ લાવવા તેને દુબઈની ટ્રીપ ઓફર કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે દુબઈથી આવતી મહિલા પાસેથી અંદાજે 13 કરોડથી વધુની લક્ઝુરિયસ ઘડિયાળ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. મહિલાએ સવાલોના જવાબ યોગ્ય રીતે ન આપતા શંકાના આધારે વધુ પ્રશ્નો પૂછતાં મહિલાએ સત્ય કબૂલ્યું હતું. માહિતી મુજબ સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઇથી આવતી ફલાઇટમાં મહિલાએ ઘણી મોંઘી ઘડિયાળ પહેરી હતી. હાથમાં પહેરેલી ઘડિયાળનું ધ્યાન કસ્ટમ વિભાગને જતાં તેમને પ્રશ્નોનો દોર શરૂ કર્યો હતો. મહિલા પેસેન્જર આડાઅવળા જવાબો આપતી હોવાથી ચતુરાઈપૂર્વક પૂછતાં તેને આખરે કબૂલ્યું કે તેના પતિએ તેને ઘડિયાળ આપી છે અને તે બીજી ફ્લાઈટમાં આવી રહ્યાં છે. એટલે તેના પતિને પકડવા ઈન્ટેલિજન્સ ટીમ ચાંપતી નજર રાખની બેઠી હતી. ફ્લાઈટમાંથી ઉતરતા તેના પતિની અટકાયત કરાઈ છે. તેને પણ કિંમતી ઘડિયાળ પહેરી હતી. શરૂઆતમાં તો ઘડિયાળ સસ્તી હોવાનું જણાવ્યું હતું પરંતુ ઘડિયાળનું માંગતા બિલ ન હોવાનું સ્વીકાર્યુ હતું. તેમજ કસ્ટમ વિભાગે સામાન ચેક કરતા ઘડિયાળના અનેક બોક્સ પણ નીકળતા દાણચોરી કર્યાનુ સામે આવ્યું છે. ઈન્ટેલિજન્સની તપાસમાં જાણવા મળ્યું કે ઘડિયાળ લાવવા તેને દુબઈની ટ્રીપ ઓફર કરવામાં આવી હતી. તેઓ પોતાની સાથે 13 કરોડની રોયલ ઓક સેલ્ફ વિન્ડિંગ ત્સાવોરાઇટ અને એડ્યુમાર્સ પીજ્યુઅટની રિચાર્ડ મિલે કેલિબર આરએમ 057 લઇને આવ્યા હતા. કસ્ટમ વિભાગને એક ઘડિયાળની કિંમત 12 કરોડ 50 લાખ, બીજીની 1 કરોડ 30 લાખ જાણવા મળી છે. પેસેન્જર બેગમાં ઘડિયાળ લાવવા પર 40 ટકા જકાત ભરવી પડે છે. પરંતુ તેને પહેરવામાં આવે તો બચી શકાય એ ઈરાદાથી દંપતીએ સ્મગલિંગ કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. પત્ની ઈન્ડિગોની ફ્લાઈટ અને પતિ એર અરેબિયાની ફ્લાઈટમાં આવ્યા જેથી શંકાને સ્થાન ન રહે. કસ્ટમે ઘડિયાળના નંબર પરથી શોધ્યું કે ભારતમાં જૂજ લોકો આવી ઘડિયાળ પહેરે છે. દંપતી અગાઉ પણ દુબઈ, અબુધાબીનો પ્રવાસ વારંવાર કરેલો છે. હાલ આ ઘડિયાળો કોને પહોંચાડવાના છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. બીજી બાજુ ઘડિયાળ લેવા આવેલો શખ્સ 7 કલાક સુધી એરપોર્ટ પર બેઠો હતો. પરંતુ દુબઈ ફોન કરતા માલૂમ પડ્યું કે દંપતીને કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે તેથી ભાગી છુટ્યો હતો. દંપતી અબુધામીમાં પર્ફ્યુમનો બિઝનેસ કરે છે. મૂળ તેઓ રાજસ્થાનના પ્રતાપગઢના નિવાસી છે. અહીં લગ્ન પ્રસંગમાં તેઓ આવ્યા હતા. દંપતીએ જણાવ્યું કે તેમના મામાએ કહ્યું કે એરપોર્ટની બહાર નીકળશો એટલે હું ફોન કરૂં એ વ્યક્તિને તમે ફોન આપી દેજો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field