શહેરની 400 થી પણ વધારે ઇન્સ્ટિટયૂટ ના પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીને મોમેન્ટ અને સર્ટિફિકેટથી સન્માનિત કરેલ
(GNS),21
અમદાવાદ
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ એ ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓનું એસોસિએશન છે. શહેરની ૪૦૦ થી પણ વધારે શૈક્ષણિક સંસ્થાઓ આ ગ્રુપ સાથે જોડાયેલ છે. તાજેતરમાં ટાગોર હોલ ખાતે વિદ્યાર્થી સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જાણવામાં આવેલ છે કે, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા દર વર્ષે શિક્ષણને લગતા કાર્યક્રમ જેવા કે કેરિયર સેમિનાર, ગેટ ટુ ગેધર એજ્યુકેશન, ડાયરી વિમોચન, શિક્ષણ રત્ન એવોર્ડ, એન્યુઅલ જનરલ મીટીંગ કાર્યક્રમ વગેરે કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દિન પ્રતિદિન મહેનત અને પરિશ્રમથી આગળ વધી ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓની કામગીરીમાં સૌથી મોખરે છે. તાજેતરમાં રાખવામાં આવેલા ટાઉનહોલના કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીને મોમેન્ટ અને સર્ટિફિકેટ સાથે સન્માનિત કરેલ વધુમાં કાર્યક્રમમાં એજીના ચેરમેન શ્રી વિજયભાઈ મારુ, પ્રમુખ શ્રી સતિષભાઈ શાહ, મહામંત્રી શ્રી મનીષભાઈ પંચાલ, પ્રોગ્રામ કન્વીનર શ્રી મુકેશભાઈ પરમાર, ખજાનચી શ્રી મનીષભાઈ વ્યાસ, મીડિયા એડવાઈઝર અને ગુજરાત ફેડરેશનના ડેપ્યુટી પ્રેસિડેન્ટ શ્રી હેમાંગભાઈ રાવલ, સહ ખજાનચી શ્રી સંજયભાઈ પરમાર, એડવાઈઝર ગુજરાત ફેડરેશન પ્રમુખ ઝંકૃતઆચાર્ય સુહાગ ભાઈ પંચાલ, સંદીપભાઈ ત્રિવેદી, રામભાઈ આહીર, રાકેશભાઈ પરમાર, સરજુભાઈ ચૌહાણ, મીડિયા કો ઓર્ડીનેટર નિલેશભાઈ જોશી, દીપકભાઈ પરમાર, બીપીનભાઈ ખંડવી, અમિતભાઈ રાજપુત, કેડીસર સમીરભાઈ ગજ્જર, હેમંતભાઈ ચૌહાણ, મનીષભાઈ રાવલ, પિનાકીનભાઈ કામદાર તેમજ અન્ય એજ ના સભ્યો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આમ મહેમાન તરીકે પધારેલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા કાર્યક્રમને અનુલક્ષી સુંદર પ્રવચન આપવામાં આવેલ અને વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ સાથે સન્માનિત કરી તેમને આગળ ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.