(જી.એન.એસ) તા.૧૧
અમદાવાદ,
મળતા અહેવાલો મુજબ CGST,આવકવેરા વિભાગ સહિત કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આયકર વિભાગે ગઈકાલ સવારથી સોલા, સાયન્સ સિટી, રતન પોળ, નવરંગપુરા, સી.જી. રોડ પર આવેલી કમલેશ શાહ, મીના શાહ, દેવાંગ વ્યાસ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર,, NR એન્ડ કંપની, ND ગોલ્ડ જ્વેલરી LLPના રેસીડેન્સિયલ અને ઓફિસ સહિત 15 સ્થળોએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. મળતા અહેવાલો મુજબ CGST,આવકવેરા વિભાગ સહિત કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દેશના ટોચના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સર્ચ અને સર્વે દરમિયાન જપ્ત થતી રોડક રકમનો ક્લેઈમ કરાયો હોવાના આક્ષેપો કરાયા છે. કમલેશ શાહે આ પ્રકારે રેડમાં જપ્ત કરાયેલી રકમ પોતે પક્ષકારને સાચવવા માટે આપી હોવાનો દાવો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ કરીને કરોડો રૂપિયાની રોકડ રકમ જપ્ત થતી બચી જતી હતી. આ પ્રકારે જંગી રોકડ રકમ જપ્ત થતી બચાવવા બદલ કમલેશ શાહ અને તેની સાથે સંડોવાયેલા લોકો કમિશન લેતા હોવાનું પણ લોકોનું માનવું છે. 70 જેટલા આવકવેરા વિભાગના લોકો આમાં જોડાયેલા છે. આવકવેરા વિભાગને સર્ચ ઓપરેશનમાં મોટા પાયે કરચોરી પકડાવવાની સંભાવનાઓ જણાઈ રહી છે. આઈ.ટી. વિભાગ રજનીકાંત શાહના રેસીડેન્શિયલ, નવરંગપુરામાં આવેલું ગૌરાગ પંચાલનું રહેઠાણ, રતનપોળમાં એનઆર એન્ડ કંપની સહિત 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગને આમાં કોઈ મોટી મોડસ ઓપરેન્ડી આચરી હોવાની શંકા વ્યક્ત કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.