Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં BRTS બસે સર્જયો અકસ્માત, કાળમુખી બસે લીધો યુવાનનો ભોગ

અમદાવાદમાં BRTS બસે સર્જયો અકસ્માત, કાળમુખી બસે લીધો યુવાનનો ભોગ

8
0

(જી.એન.એસ) તા.૧૯

અમદાવાદ,

અમદાવાદમાં BRTS બસે વધુ એક યુવાનનો ભોગ લીધો. શહેરમાં ચંદ્રનગર વિસ્તારમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી. અમદાવાદમાં BRTS બસે વધુ એક યુવાનનો ભોગ લીધો. શહેરમાં ચંદ્રનગર વિસ્તારમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી. ચંદ્રનગરમાં ગત રાત્રે BRTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું. પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી. ઘટનાની વિગત મુજબ શહેરમાં ચંદ્રનગર વિસ્તારમાં 17 વર્ષીય આશાસ્પદ યુવાનનું અકાળે મોત નિપજયું. યુવાન એક્ટિવા લઈને પસાર થતા હતો ત્યારે BRTS બસની અડફેટે આવ્યો. અને ગંભીર અકસ્માત થતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું. મોડી રાત્રે ચંદ્રનગર માં મોડી રાત્રે બીઆરટીએસ અને એક્ટિવ વચ્ચે અકસ્માત સર્જાતા લોકો ભેગા થઈ થયા હતા. પરંતુ અકસ્માત એટલા ગંભીર હતો કે એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ 17 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો. ચંદ્રનગર વિસ્તારમાં બીઆરટીએસ અને એક્ટિવા વચ્ચે અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ હતી. ઘટનાની તપાસ કરનાર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે બીઆરટીએસના ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો. એક્ટિવાની બસ સાથે એટલી ભયાનક ટક્કર થઈ કે વાહન બસની નીચે ઘૂસી ગયું. સંભવત બસની નીચે એક્ટિવા આવી જતા યુવાન પટકાયો અને હશે માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળ પર જ મોત નિપજયું હોય તેવી પોલીસનું માનવું છે. જો કે પોલીસે ઘટનાસ્થળનું નિરિક્ષણ કર્યું તેમજ કોની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો તે શોધવા રોડ પરના સીસીટીવી ચેક કરશે. ખેડામાં હિટ એન્ડ રનની ઘટનામાં 1નું મોત અમાદવાદ ઉપરાંત આજે ખેડામાં પણ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજયું.ખેડામાં ડાકોર-કપડવંજ રોડ પર આ હિટ એન્ડ રનની ઘટના બનવા પામી. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે દંપતીને જોરદાર ટક્કર મારી. વાહનને જોરદાર ટક્કર વાગતા દંપતી નીચે પટકાયું. અને પત્ની પર વાહનનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. આ ગમખ્વાર અકસ્માતમાં પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. રાજ્યમાં એક બાજુ અકસ્માતોની સંખ્યા ઘટાડવા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સતત પોલીસ ડ્રાઈવ કરવા તેમજ ઓવર સ્પિડના રાજાઓ, રિલ ઉતારનારા તેમજ રોગ સાઈડ વાહન ચલાવતા નબીરાઓને પાઠ ભણાવવા જેલ ભેગા કરવા જેવા મહત્વના સૂચનો કરાયા. પોલીસ અકસ્માત રોકવા અનેક પ્રયાસ કરી રહી છે અને લોકોમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ આવે માટે કેટલાક આયોજનો પણ કર્યા છે. છતાં પણ નાગરિકો સહિત બસ ચલાવતા સરકારી અધિકારીઓ બેફામ વાહનો હંકારી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field