Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં સરકારી નોકરીની લાલચ આપીને સાથે 20 લાખથી વધુની છેતરપિંડી કરવાનો કિસ્સો...

અમદાવાદમાં સરકારી નોકરીની લાલચ આપીને સાથે 20 લાખથી વધુની છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો

16
0

(જી.એન.એસ) તા. 30

અમદાવાદ,

શહેરના નરોડા વિસ્તારમાં અનેક લોકોને નોકરીની લાલચ આપીને 20 લાખથી વધુ રકમની છેતરપિંડી કરનારા શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં આરોપીએ પોતે નાયબ મામલતદાર હોવાની ઓળખ આપીને તથા ગાંધીનગરમાં અનેક સચિવો સાથે ઓળખ હોવાથી નોકરી અપાવશે કહીને ઠગાઈ કરી હતી. હાલમાં નરોડા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ અંગે નરોડા હંસપુરામાં રહેતા અરવિંદભાઈ વી વણકરે દાહોદના રાછરડા ખાતે પહેતા વિપુલ છગનભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. અરવિંદભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી મુજબ તેમની ઓળખ 2018 માં વિપુલ મકવાણા સાથે થઈ હતી. વિપુલે પોતે નાયબ મામલતદાર હોવાનું કહીને અરવિંદભાઈને તેનું આઈ કાર્ડ પણ બતાવ્યું હતું. તે સિવાય તે દાહોદ સેવા સદનમાં નોકરી કરતો હોવાનું પણ કહ્યું હતું.

જો કે આ દરમિયાન અરવિંદભાઈ બે વખત વિપુલ મકવાણાને ગાંધીનગર સર્કિટ હાઉસમાં પણ મળ્યા હતા. 2018માં ઓક્ટોબર મહિનામાં અરવિંદભાઈને ડીવાયએસઓની પરીક્ષા આપવા લુણાવાડા જવાનું હતું. તે સમયે વિપુલ મકવાણા અમદાવાદ આવેલો હતો. ફોન પર બન્ને વચ્ચે વાત થઈ હતી. જેમાં વિપુલે તે પોતાના ઘરે જવાનો હોવાનું કહેતા તેમની કારમાં અરવિંદભાઈ લુણાવાડા જવા નીકળ્યા હતા. તે સમયે વિપુલ મકવાણાએ તેને કેટલાક સચિવો સાથે ઉંચી ઓળખાણ છે અને તમારે તથા તમારા મિત્રોને નોકરીની જરૂર હોય તો જણાવજો એમ કહ્યું હતું.

અરવિંદભાઈને વિશ્વાસ બેસતા તેમણે અને તેમના ઓળખીતાઓએ નોકરી માટે અલગ અલગ વખતે 20 લાખ રૂપિયાથી વધુ રકમ વિપુલ મકવાણાને આપી હતી.

જોકે બાદમાં ગૌણ સેવા પસંદગીનું રિઝલ્ટ પણ આવી ગયું હતું. પરંતુ અરવિંદભાઈ અને તેમના ઓળખીતાઓના નામ ન હોવાથી તેમણે વિપુલ મકવાણાને પુછતા તેણે વેઈટીંગ લિસ્ટમાં નામ આવશે કહ્યું હતું. આમ આરોપીએ ફરિયાદી અને તેમના ઓળખીતાઓને બે વર્ષ સુધી અંદારામાં રાખ્યા હતા.

આખરે કંટાળીને અરવિંદભાઈે પેમેન્ટ પરત માંગતા વિપુલ મકવાણાએ ચેક આપ્યા હતા. પરંતુ તમામ ચેક બાઉન્સ થયા હતા. અંતે અરવિંદ વણકરે નરોડા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે તપાસ થાય તે માટે અરજી કરી હતી. જેમાં તેમના છેતરાયેલા બે ઓળખીતા વિજયકુમાર રાઠવા તથા નરેશ પટેલનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો સાથે વિપુલ મકવાણાએ 20 લાખતી વધુની ઠગાઈ કરી હતી. આરોપીએ આ પ્રકારે અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉપરાષ્ટ્રપતિ 31 ઓગસ્ટ-01 સપ્ટેમ્બર, 2024ના રોજ ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે
Next articleપાટણની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકે ઓએનજીસીમાં નોકરીની લાલચમાં રૂ.8 લાખ ગુમાવ્યા