અમદાવાદના વેપારીને ફોન કરીને તેના લંડનમાં ભણતા દિકરાની સોપારી મળી છે એમ કહીને એક કરોડની ખંડણી માંગનાર બે આરોપીઓને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે મોહનરાજ સેંગુદર અને મોહન ગવન્ડર નામના મણીનગરના બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મોહનરાજ પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતો હતો. ત્યાંથી વેપારીના એકાઉન્ટ નંબરો તથા કંપનીની વિગતો તેની પાસે હતી. વેપારીની સ્થિતિથી પણ આરોપીઓ વાકેફ હતા.
આ આરોપીએ ખોટું ઇ-મેલ આઇડી બનાવી એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના પરથી વેપારીને ફોન કર્યો અને ખોટા ઈમેલ આઇડી પરથી વેપારીને ધમકીભર્યા મેસેજ કરીને ખંડણી માંગી હતી. હાલ બંને આરોપીઓની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચ આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે મોહનરાજ સેંગુદરનું શેરબજારના સટ્ટામાં 70 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. તેને પૈસાની તાત્કાલિક જરૂર હોવાથી વેપારીઓના ડેટા દ્વારા ખંડણી અને ધમકી આપી હોવાની વાત પ્રકાશમાં આવી છે. બંને આરોપીઓ અમદાવાદના મણિનગરમાં રહેતા હતાં. આ બંને જણાએ શોર્ટકટથી રૂપિયા કમાવા તથા દેવુ ભરવા માટે ખંડણી અને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
તેઓ પોતાના ડેટામાં રહેલા સધ્ધર વેપારીઓને સોશિયલ મીડિયા પર ટ્રેક કરીને પરિવારની નાનામાં નાની માહિતી મેળવી લેતા હતાં.એક સમયે મોહનરાજ સાયબર એક્સપર્ટ તરીકેનું કામ કરતો હતો. તેણે ભૂતકાળમાં પોલીસને પણ કેટલાક કેસોમાં ખાસી એવી મદદ કરી હતી. પરંતુ પોલીસે તેને સાયબર ક્રાઈમના ટેકનિકલ એનાલિસિસથી ઝડ઼પી પાડ્યા હતાં. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા એક વેપારી વેજલપુર પાસેથી એપીએમસીમાં હોલસેલ અને રીટેલમાં બટાટાનું વેચાણ કરે છે. તેમને સંતાનમાં બે દીકરા છે.
જેમાંથી એક દીકરો લંડન રહે છે અને ત્યાં ભણે છે. તે વેકેશન હોવાથી અમદાવાદ આવ્યો હતો. ત્યારબાદ ફરીવાર વેપારીને ફોન આવ્યો અને શખ્સ બોલવા લાગ્યો કે તુમને ફોન કટ કર દીયા ઓર સામને સે ફોન ભી નહી કીયા ક્યા તુમ્હે તુમ્હારે બચ્ચે કી જાન પ્યારી નહીં હૈ. તેણે વેપારીને કહ્યું હતું કે તુમ તુમ્હારે બચ્ચે કી ક્યા કિમત લગાતે. વેપારીએ ફોન કટ કરી દીધો હતો અને પોતાના ભાઈઓ, પરિવારના સભ્યો તથા પાડોશીઓને પણ આ ફોન કોલ્સ બાબતે જણાવ્યું હતું. આરોપીઓએ વેપારીને ફરીવાર ફોન કર્યો ત્યારે વેપારીએ કહ્યું હતું કે તારે શું જોઈએ છે.
ત્યારે શખ્સે કહ્યું હતું કે, મુજે 1.03 કરોડ ચાહીએ. જીસમે 53 લાખ આજ ઓર 50 લાખ કલ ચાહીએ. પારીએ તેને કહ્યું હતું કે પૈસા કેસે લોગે તો ફોન કરનાર શખ્સે કહ્યું હતું કે, હમ કેશ કી બાત કર રહે હૈ ઓર તુમ એકાઉન્ટ કી બાત કર રહે હો. ત્યારે વેપારીએ તેને કહ્યું હતું કે, હું આટલી જલ્દી રોકડાની વ્યવસ્થા નહીં કરી શકું. ત્યારે સામે વાળા શખ્સે કહ્યું હતું કે તુમ પૈસોં કી વ્યવસ્થા નહીં કરોગે તો મેં તુમ્હારે બચ્ચે કો માર ડાલુંગા.
ત્યારબાદ કંપનીના મેઈલ આઈડી પર પણ ધમકીભર્યા મેસેજ આવ્યા હતાં. વેપારીએ ગભરાઈને આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી.વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ખંડણી માંગનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.