Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં વાહન અકસ્માતમાં સગીર સહિત ત્રણના મોત થયા

અમદાવાદમાં વાહન અકસ્માતમાં સગીર સહિત ત્રણના મોત થયા

11
0

(જી.એન.એસ) તા.૨૦

અમદાવાદ,

પૂર્વ વિસ્તારમાં અકસ્માતમાં સગીર સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. જેમાં નરોડામાં ગેલેક્સી સિનેમા નજીક બે ભાઇ બાઇક ઉપર પસાર થતાં હતા ત્યારે પાર્ક કરેલી કારના ચાલકે અચાનક દરવાજો ખોલતા બન્ને ભાઇ રોડ ઉપર પટકાયા હતા આ સમયે પાછળથી આવતી ટ્રકનું ટાયર ફરી વળતાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે બીજા ભાઇ સારવાર હેઠળ છે. રાયખડમાં આધેડ રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું, શાહીબાગમાં સગીર બાઇક ચલાવીને જતો હતો ત્યારે ઉભેલી બોલેરા પાછળઘ્ ઘૂસી જતાં  ગંભીર હાલતમાં સગીરનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે સગીરને વાહન ચલાવવા આપનારા વાહન માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિકોલમાં રહેતા રાકેશભાઇ હિંગું અને તેમના ભાઈ પ્રવિણભાઇ સાથે શનિવારે બાઇક લઈને તેમના સગાના લગ્ન પ્રસંગમાં જવા જતા હતા. તે સમયે ટુવ્હિલર પ્રવિણભાઈ ચલાવી રહ્યા હતા. નરોડા બેઠકથી ગેલેક્સી તરફ જતા ડાયવર્ઝન સવસ રોડ પર પહોંચ્યા હતા. ત્યારે નરોડામાં ગેલેક્સી  સિનેમા નજીક રસ્તા ઉપર પાર્ક કરેલ એક કાર ચાલકે અચાનક દરવાજો ખોલ્યો હતો. જેના કારણે બાઇક કારના દરવાજા સાથે અથડાતા બન્ને ભાઈઓ રસ્તા પર પટકાયા હતા. બીજી તરફ પાછળથી આવી રહેલા આઈસર ટ્રક બન્ને ભાઈઓ પર ફળી વળ્યું હતુ. જેના કારણે બાઇક ચાલકને માથા, પેટ, તથા પગના ભાગે ગંભીર ઈજા જ્યારે ભાઇને પગના ભાઈ ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે પ્રવિણભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બીજા ભાઇ હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન  પોલીસે કાર ચાલક તથા ટ્રક ચાલક બન્ને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  બીજા બનાવમાં વટવામાં રહેતા અને રિક્ષા ચલાવતા આધેડ ગઇકાલે સવારના સમયે તેઓ ઓટો રીક્ષા લઈને રાયખડ ચાર રસ્તાથી આગળ રીક્ષા મૂકીને બીઆરટીએસ બસ સ્ટેન્ડ કટ પાસેથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે અલ્લાસ હુસેનને ટક્કર મારી હતી. જેના કારણે તેઓ જમીને પટકાઈ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક ઈ ડિવિઝન  પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્રીજા બનાવમાં શાહીબાગ કેમ્પ સદર બજારથી ડફનાળા રોડ તરફ જવાના રસ્તા ઉપર તા.૧૬ના રોજ રસ્તાની સાઈડમાં એક બોલેરો પીક અપ વાન ઉભી હતી.  આ સમયે સગીરે બાઇક લઇ ઓવરસ્પીડમાં આવ્યો હતો અને પીક અપ વાનની પાછળ અથડાવ્યું હતુ. જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સગીરનું મોત થયું હતુ. આ બનાવ અંગે  ટ્રાફિક એફ ડિવિઝન પોલીસે સગીરના ભાઈ સામે ગુનો નોંધ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field