Home ગુજરાત અમદાવાદમાં લાખો રૂપિયાના લસણની ચોરી

અમદાવાદમાં લાખો રૂપિયાના લસણની ચોરી

25
0

ચોર ટોળકીએ 14 કટ્ટાં લસણની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

(જી.એન.એસ),તા.૦૬

અમદાવાદ,

ચોર-લૂંટારાઓ અત્યાર સુધી તો લોકોના ઘરમાં ધાડ પાડીને ચોરી કરતા હતા. પરંતુ અમદાવાદમાં એક એવી ચોરી સામે આવી છે જેની ફરિયાદ નોંધાતાં પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ છે. અમદાવાદમાં ચોર ટોળકીએ 14 કટ્ટાં લસણની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. લસણના ભાવ આસમાને પહોંચતાં ચોર-ગઠિયાઓ માટે હવે લસણ એવી કોમોડિટી બની ગયું છે કે ધોળા દિવસે તેઓ લસણની ચોરી કરીને લાખોપતિ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. 400 રૂપિયે કિલોના ભાવે વેચાતા લસણની ચોરીનાં આ દ્રશ્યો છે અમદાવાદ શહેરનાં. વિશાલા નજીક આવેલા વાસણા APMCમાં માર્કેટ રિક્ષા લઈને આવેલા આ ચોરને જુઓ.

આ CCTVમાં દેખાતી ઘડિયાળ સમય બતાવી રહી છે સાંજના 6 વાગીને 21 મિનિટનો. એટલે કે ત્રીજી તારીખે રિક્ષામાં આવેલો આ ચોર ધોળા દિવસે લસણની ચોરી કરી રહ્યો છે. ચોરે ચોરી કરેલા લસણના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં એક રિક્ષાચોર આવે છે અને લસણ ચોરીને જતો રહે છે. તેની આસપાસ લોકો ઊભા છે અને દિવસ હોવાથી માણસોની અવરજવર થઈ રહી છે તેમ છતાં 2 ગઠિયાઓ 14 કટ્ટાં લસણ ચોરીને જતા રહ્યા. આ લસણ ચોરીની ફરિયાદ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને વેપારીએ લસણ ચોરોને પકડી પાડવાની રજૂઆત કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં 5 વર્ષમાં 555 સિંહના મોત
Next articleવિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા અદાણી મુદ્દે વિરોધ પ્રદર્શન