Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં રિક્ષામાં દારૂ સંતાડી હેરફેર કરનાર પકડાયો, રૂ.2.71 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં રિક્ષામાં દારૂ સંતાડી હેરફેર કરનાર પકડાયો, રૂ.2.71 લાખનો મુદ્દામાલ જપ્ત

33
0

સરદારનગરના સુખરામ દરબાર ચાર રસ્તા પાસે રિક્ષામાં ડ્રમ મૂકીને દારૂની હેરફેર કરનાર શખ્સની ધરપકડ કરી ક્રાઈમ બ્રાંચે 288 બોટલ સહિત કુલ રૂ.2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો ભરી આપનારા શખ્સના વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈને બાતમી મળી હતી કે, એક નંબર પ્લેટ વગરની સીએનજી રિક્ષા વિદેશ દારૂનો જથ્થો પ્લાસ્ટિકના ડ્રમમાં રાખી છારાનગર તરફ જવાનો છે, જેના આધારે ક્રાઈમ બ્રાંચે સરદારનગરના સુખરામ દરબાર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી.

દરમિયાન એક રિક્ષાને રોકી તેની તપાસ કરી હતી. રિક્ષામાં પ્લાસ્ટિકના છ ડ્રમ હતા, જેમાંથી અલગ-અલગ વિદેશી દારૂની 288 બોટલ હતી. રિક્ષાચાલકની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ચિરાગ પ્રજાપતિ (રહે. મેઘાણીનગર) હોવાનું જણાવ્યું હતું.

રિક્ષાચાલકે વધુમાં જણાવ્યું કે, રોકેશ ગુપ્તાએ આ દારૂ ભરી આપ્યો હતો અને દારૂનો જથ્થો લઈને તેની પાછળ જવાનું કહ્યું હતું. જો કે પોલીસે તેને રોકતા રોકેશ ગુપ્તા ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂનો જથ્થો, રિક્ષા સહિત કુલ રૂ.2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રોકેશ ગુપ્તાના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખંભાળિયામાં 2 ટર્મ બાદ મુળુભાઈએ ભગવો લહેરાયો, દ્વારકાના પબુભા આઠમી વખત વિજેતા
Next articleજામનગરના સમર્પણ સર્કલ પાસે બાઈક-ટ્રકની ટક્કરમાં મહિલાનું મૃત્યુ થયું