(જી.એન.એસ) તા.૧૩
અમદાવાદ,
આંગડિયા કંપનીમાં નોકરી કરતો યુવક મિત્ર સાથે રખિયાલ નિશાન ઇન્ડસ્ટ્રી કંપનીના ગેટ પાસેથી પસાર થતો હતો તે સમયે એક્ટિવા પર આવેલ બે શખ્સોએ રોકીને બેગમાં દારુ લઇ જાવ છો કહીને તેમના વ્હીકલની ડેકી ખોલાવીને તપાસ કરવા લાગ્યા હતા. એક આરોપી છરી કાઢીને યુવકના સાથી કર્મચારીના ગરદન પર મૂકીને ખિસ્સામાં થી રોકડા રૃપિયા ૧૧ હજાર કાઢી લીધા હતા અને ગળામાં પહેરેલી રૃા. ૧.૫૦ લાખની કિમતની સોનાની ચેઈન લૂંટીને બન્ને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. સીટીએમ પાસે આવેલી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા યુવકે રખિયાલ પોલીસ સ્ટશનમાં દિપુ અને અન્ય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવક તેમની સાથે નોકરી કરતા મિત્ર સાથે અવર જવર કરતા હતા.
તા. ૯ના રોજ રાત્રે બન્ને જણા નોકરીથી છૂટીને એક જ ટુ-વ્હીલર પર ઘરે જતા હતા. ત્યારે રખિયાલ નિશાન ઇન્ડસ્ટ્રીઝ પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળથી નંબર પ્લેટ વિનાની કાળા કલરની એકટીવા પર બે શખ્સો આવ્યા હતા. બાદમાં યુવકને ઉભા રાખીને તમે બેગમાં દારુ લઇ જાવ છો કહીને ડેકીની તપાસ કરવા લાગ્યા હતા. આ સમયે ફરિયાદી યુવકે કહ્યું કે અમે તો નોકરીયાત માણસ છીએ તેમ છતાં લૂંટ કરવાના ઈરાદે એકટીવા પર આવેલા બે માંથી પાછળ બેઠેલા શખ્સે તેની પાસે રહેલી છરી કાઢીને સાથી કર્મચારીના ગળા ઉપર મૂકી દીધી અને તેમના ખિસ્સામાં રહેલા રોકડા રૃપિયા ૧૧ હજાર કાઢી લીધા હતા. અને ફરિયાદીના ગાળામાં પહેરેલી રૃા. ૧.૫૦ લાખની ચેઈન તોડીને ફરાર થઇ ગયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.