સેટેલાઇટના મણિભદ્ર એવન્યુમાં રહેતા મુક્તિ વ્યાસ ૨૩ ઓગસ્ટે બપોરે દીકરીને સ્કૂલે લેવા જતાં હતાં ત્યારે રાજીવનગર વિભાગ-૬ના મેઇન ગેટ પાસે પહોંચ્યા ત્યારે એક માણસ તેમની ગાડીની આગળ આવી ગયો હતો, જેથી મુક્તિબહેન ગાડીમાંથી બહાર આવ્યાં હતાં અને તે માણસને ખસી જવા કહ્યું હતું, જેથી તે માણસ મુક્તિબહેન પર ગુસ્સે થયો હતો અને તેમના વાળ પકડી રોડ પર ઢસડ્યા હતા તેમ જ ગડદાપાટુનો માર માર્યો હતો. આથી મુક્તિબહેને પોલીસ બોલાવવા કહ્યું હતું. તો તેણે કહ્યું કે, ‘મારું નામ વિપુલ મકવાણા છે, હું રાજીવનગરમાં જ રહું છું અને તારે જેને બોલાવવા હોય તેને બોલાવ, હું ડરતો નથી.’ આથી મુક્તિબહેને કંટ્રોલ રૂમમાં ફોન કરતા વિપુલ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ તેના ઘરે ગઈ હતી, પરંતુ તે મળ્યો ન હતો. આથી મુક્તિબહેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં વિપુલ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.દીકરીને લેવા સ્કૂલે જઈ રહેલી માતાની કારની આગળ આવી ગયેલી વ્યક્તિ ખસતી જ ન હોવાથી મહિલાએ ગાડીમાંથી બહાર આવીને ઠપકો આપ્યો હતો, જેથી તે વ્યક્તિ ગુસ્સે થયો હતો અને મહિલાના વાળ પકડીને તેને રોડ પર ઢસડીને માર માર્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.