(જી.એન.એસ)તા.૨૨
અમદાવાદ,
કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ નોકરીદાતાઓ અને કર્મચારીઓને લાભ મેળવવામાં મદદરૂપ થવા આધાર-આધારિત ઓટીપી મારફતે UAN સક્રિયકરણ કેન્દ્ર સરકારે મંત્રાલયો/વિભાગોને આધાર પેમેન્ટ બ્રિજ મારફતે કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સબસિડી/પ્રોત્સાહનની ચુકવણી સુનિશ્ચિત કરવા તથા 100 ટકા બાયોમેટ્રિક આધાર પ્રમાણભૂતતા સુનિશ્ચિત કરવા માટેનાં નિર્દેશો જારી કરી દીધાં છે. કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરવામાં આવેલી એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજનાનો મહત્તમ સંખ્યામાં નોકરીદાતાઓ અને કર્મચારીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલયે ઇપીએફઓને નોકરીદાતાઓ સાથે અભિયાનનાં સ્વરૂપે કામ કરવા અને કર્મચારીઓનાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર સક્રિય કરવાની સુનિશ્ચિતતા કરવા સૂચના આપી છે. ઇપીએફઓ અસરકારક પહોંચ માટે તેમની ઝોનલ અને પ્રાદેશિક કચેરીઓને સામેલ કરશે. ઓળખ દસ્તાવેજ તરીકે આધારનો ઉપયોગ સરકારી વિતરણ પ્રક્રિયાઓને સરળ બનાવે છે, પારદર્શકતા અને કાર્યદક્ષતા વધારે છે અને લાભાર્થીઓને તેમના અધિકારો અવિરતપણે પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરે છે. આધાર-આધારિત ચકાસણી પોતાની ઓળખ સાબિત કરવા માટે બહુવિધ દસ્તાવેજો તૈયાર કરવાની જરૂરિયાતને દૂર કરે છે.પ્રથમ તબક્કામાં, નોકરીદાતાઓએ ચાલુ નાણાકીય વર્ષમાં જોડાનારા તેમના તમામ કર્મચારીઓ માટે આધાર-આધારિત ઓટીપી મારફતે યુએએન એક્ટિવેશનની પ્રક્રિયા 30 નવેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે, જેની શરૂઆત નવીનતમ જોડાનારાઓથી થશે. તે પછી તેઓએ તેમની સાથે કામ કરતા બધા કર્મચારીઓ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. યુએએન સક્રિયકરણ કર્મચારીઓને ઇપીએફઓની વ્યાપક ઓનલાઇન સેવાઓની સાતત્યપૂર્ણ સુલભતા પ્રદાન કરે છે, જે તેમને તેમના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સનું અસરકારક રીતે સંચાલન કરવા, પીએફ પાસબુક જોવા અને ડાઉનલોડ કરવા, ઉપાડ, એડવાન્સિસ અથવા ટ્રાન્સફર માટે ઓનલાઇન દાવાઓ સબમિટ કરવા, વ્યક્તિગત વિગતો અપડેટ કરવા અને વાસ્તવિક સમયમાં દાવાઓને ટ્રેક કરવા સક્ષમ બનાવે છે. આને કારણે કર્મચારીઓ 24/7ઈપીએફઓ સેવાઓને તેમના ઘરની આરામથી એક્સેસ કરી શકે છે, જેનાથી ઈપીએફઓ ઓફિસની ફિઝિકલ વિઝિટની જરૂરિયાત દૂર થઈ જાય છે.આધાર-આધારિત ઓટીપી નો ઉપયોગ કરીને સક્રિયકરણ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. નોકરીદાતાઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના કર્મચારીઓ નીચે આપેલા યુએએન, આધાર નંબર, નામ, ડીઓબી અને આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર બીજા તબક્કામાં, આગળ જતા, યુએએન સક્રિયકરણમાં ફેસ-રેકગ્નિશન ટેકનોલોજી મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની અત્યાધુનિક સુવિધાનો સમાવેશ કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.