Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગગન્નાથજી ની 147મી રથયાત્રા નિરવિઘ્ન સંપન્ન

અમદાવાદમાં ભગવાન જગગન્નાથજી ની 147મી રથયાત્રા નિરવિઘ્ન સંપન્ન

27
0

(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

વર્ષોથી ચાલતી આવતી ધાર્મિક પ્રથા પ્રમાણે આ વર્ષે પણ અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં 147 મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા હતા અને કરોડો ની સંખ્યામાં ભક્તોને દર્શન આપ્યા હતા. રથયાત્રાને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રાના રૂટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દૂર-દૂરથી લોકો ભગવાન જગન્નાથનાં દર્શન કરવા માટે વહેલી સવારથી મંદિરે આવ્યા છે. ભગવાનનાં અલૌકિક સ્વરૂપનાં દર્શનમાત્ર થાય તેવી અભિલાષા ભક્તોમાં જોવા મળી રહી છે. દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળ્યા છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે. રથયાત્રામાં જય જગન્નાથ , જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ભગવાન ના દર્શન કરવા આવે છે.

આ વર્ષે 147 મી રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી જોડાયા છે. સાથે જ ભગવાનના રથ ખેંચવા માટે 1 હજારથી 1200 જેટલા ખલાસીભાઈઓ પણ છે. દેશભરમાંથી 2 હજાથી વધુ સાધુ-સંતો પધાર્યા છે. સુરક્ષાની વાત કરીએ તો DG, ADG, IG, DIG સહિતના 5 અધિકારી તેમ જ 12 હજારથી વધુ પોલીસકર્મીઓ ઉપરાંત વિવિધ ટીમના 23,600 જવાનો ખડેપગે છે. રથયાત્રાના રૂટની વાત કરીએ તો નિજ મંદિરથી ભગવાનની નગરચર્ચાનો પ્રારંભ થયો હતો ત્યાર બાદ જમાલપુર દરવાજા, AMC ઓફિસ, ઢાળની પોળ, ખાડીયા, કાલુપુર, સરસપુર, કાલુપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક અને ત્યાર બાદ નિજ મંદિર પરત ફરયા હતા.

ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદ વિધિ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલ ભગવાન જગન્નાથની પૂજા કરી હતી. જે બાદ તેમણે પહિંદ વિધિ કરી હતી. સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને મુખ્યમંત્રીએ ભગવાનના રથનો દોરડો ખેચ્યો હતો. ભગવાન હવે નગરચર્યા જઈ રહ્યાં છે.

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.

સરસપુરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભગવાન ભગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેર સુભદ્રાજીના મામેરાની વિધિ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન, ભારે જનમેદની જોવા મળી હતી. સરસપુરમાં ભગવાનની મામેરા વિધિ પૂર્ણ થઈ છે. મામેરા વિધિ પહેલા મોસાળમાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેર સુભદ્રાજીનું ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાણેજને વધાવવા માટે સરસપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સરસપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભગવાનને જોઈ કેટલાક ભક્તો ભાવુક થયા હતા. આખેઆખું સરસપુર ‘જય જગન્નાથ’, ‘જય રણછોડ માખણ ચોર’ સહિતના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. ભક્તોની મેદની વચ્ચે મોસાળમાં ભગવાન જગન્નાથજીને મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 12 જેટલા ઈમરજન્સીના કેસ નોંધાયા છે. રથયાત્રા દરમિયાન ઇમરજન્સીની વાત કરવામાં આવે તો 4 કેસ તબીબીના નોંધાયા છે. આ સાથે સાથે બેભાન થવાનો પણ એક કેસ નોંધાયો છે. એક નીચે પડી જવાનો કેસ પણ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ચક્કર આવવાના પણ 3 કેસ નોંધાયો છે. આ સાથે પેટમાં દુખાવાનો પણ 1 કેસ નોંધાયો છે. નોંધનીય છે કે, ઝાડા/ઉલ્ટીના 2 કેસ સામે આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 1 કેસ સ્ટ્રોકનો પણ સામે આવ્યો છે.

ભગવાન જગગન્નાથ ની 147 મી રથયાત્રા રંગેચંગે અને નિરવિઘ્ન સંપન્ન થતાં પોલીસ વિભાગ તેમજ અધિકારીઓએ સ્ટેન્ડ ટુ રહીને કોઈ પણ અનઇચ્છનિય બનાવ ના બને તે માટે તત્પર પ્રયાસો કર્યા તે માટે મંદિર ના ટ્રસ્ટીઓ અને જનતા એ તેમનો આભાર માન્યો હતો.   

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાલીતાણા તાલુકાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં બે બાળકો ડૂબી જવાથી મોત
Next articleધોનીના 43માં જન્મદિવસ પરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ