વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે ત્યારે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજના દિવસને બેરોજગારી દિવસ તરીકે ઉજવવા નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વિરોધ કરવા ભેગા થયેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બંને સંગઠનના કાર્યકરોએ અલગ અલગ કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ પોલીસે કાર્યક્રમ થવા જ ન દીધો. એલ.જી હોસ્પિટલ પાસે એનએસયુઆઈ દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી કરવા માટે એનએસયુઆઈના કાર્યકરો ભેગા થઈ રહ્યા હતા અને કાર્યક્રમ કરીને વિરોધ કરવાના હતા. પરંતુ પોલીસે તે અગાઉ જ અટકાયત કરી દીધી છે. બીજી તરફ યુથ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર પાસે બેરોજગારી દિવસ ઉજવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ પોલીસે કાર્યક્રમ અગાઉ જ કાર્યકરોની અટકાયત કરી દીધી હતી. વડાપ્રધાને લાખો નોકરીનો વાયદો કર્યો હતો જેની સામે આજે કરોડો યુવાઓ બેરોજગાર છે.વડાપ્રધાન સુધી વાત પહોંચાડવા આજે અમે બેરોજગાર દિવસ ઉજવવા ભેગા થયા હતા .પરંતુ પોલીસે અગાઉ જ અમારી અટકાયત કરી દીધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.