(જી.એન.એસ) તા.૭
અમદાવાદ,
BZ ગ્રૂપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે. રાજયના પોલીસ અધિકારીઓ પણ કૌભાંડીના જાળમાં ફસાયા છે. ગુજરાતના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હોવાની વાત સામે આવી છે. જેમાં એકના ડબલ કરવાના ખેલમાં પોલીસકર્મીઓમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે, શિક્ષકો, નેતાઓની સાથે પોલીસકર્મીઓ પણ BZ ગ્રૂપના ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડના શિકાર બન્યા છે. તો સૂત્રો દ્વારા માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો 15 જેટલા PSI અને IPS અધિકારીઓએ રોકાણ કર્યુ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સેંકડો પોલીસકર્મીઓના પૈસા પણ BZમાં રોકાયેલા છે, તો વર્ષ 2013ની બેચના 15 PSIના પૈસા સૌથી વધારે રોકાયેલા છે. આ સમગ્ર મામલે ચૂંટણીપંચમાં કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ કરી છે. ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં, માહિતી છૂપાવી અને એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છૂપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. 6 હજાર કરોડની ફરિયાદના પગલે ગુજરાત ભરમાં હડકંપ મચ્યો છે. એક કા ડબલ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઘણાં ભાજપી નેતાઓના સંબંધો હોવાના વિડીયો અને ફોટોગ્રાફ્સ ફરતા થયા છે. તેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ દેખાય છે. જો કે કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે. વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે. BZ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે. હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે. હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે, AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી, પેઢી અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા. આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે, જેમાં BZ ગ્રુપમાંથી છૂટા થઈને નવી પેઢીઓ ખોલવામાં આવી હતી. તો AR ગ્રૂપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે, તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે. પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે. કૌભાંડમાં ભોગ બનેલ અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.