Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં બાપે માં-દીકરાને મારમારી કરી ઘરમાંથી કાઢી મૂક્યા

અમદાવાદમાં બાપે માં-દીકરાને મારમારી કરી ઘરમાંથી કાઢી મૂક્યા

38
0

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મહિલાને પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીની સાથે સાથે દીકરાને પણ માર મારતો હતો. નજીવી બાબતે પતિએ પત્ની અને દીકરાને માર મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતા. આ મામલે પત્નીએ પતિ સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે. શહેરના વટવા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય મહિલાએ પતિ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના 22 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ મહિલાને 2 દીકરા હતા.

મહિલાનો પતિ અવારનવાર મહિલા પાસે દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. 6 વર્ષ અગાઉ મહિલાને પિયરમાંથી 25 લાખ લાવવા જણાવ્યું હતું. જોકે મહિલા પોતાના પિતા પાસેથી 10 લાખ રૂપિયા લાવી હતી, તેમ છતાં પૈસાની માંગણી ચાલુ જ રાખી હતી. ​​​​​​​5 ઓક્ટોબરે રાતે મહિલાનો પતિ ઘરે આવ્યો ત્યારે નાના દીકરાએ પિતાને કહ્યું કે પપ્પા તમે કેમ મારા મોબાઈલમાં રિચાર્જ નથી કરાવતા.

આટલું કહેતા મહિલાનો પતિ ઉશ્કેરાઈ ગયો અને દીકરાને માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન મહિલા વચ્ચે પડતા મહિલાને પણ માર માર્યો હતો અને ઘરની બહાર કાઢી મુક્યા હતા. દીકરાને લાફો મારતા કાનમાંથી પરું વહેવા લાગ્યું હતું.

દીકરાને સારવાર માટે લઈ જઈ મહિલાએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઈસનપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાલોલમાં સાર્વજનિક હાઇસ્કુલ ખાતે વન્ય સંપત્તિ – વન્યજીવ અંગે માર્ગદર્શન અપાયું
Next articleધાનેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા આરોપીને ગાંધીનગરની એસઓજીની ટીમે ઝડપ્યો