Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ માટે AMCનો  મોટો નિર્ણય સામે આવ્યો

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ માટે AMCનો  મોટો નિર્ણય સામે આવ્યો

7
0

(જી.એન.એસ) તા.૧૯

અમદાવાદ,

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ માટે AMCનો  મોટો નિર્ણય સામે આવ્યો છે. જી હા લોકોને હેરાન કરવાને બદલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઢોલ સાથે લોકોના ઘરે જઈને ટેક્સ વસૂલશે. અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ માટે AMCનો  મોટો નિર્ણય સામે આવ્યો છે. જી હા લોકોને હેરાન કરવાને બદલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઢોલ સાથે લોકોના ઘરે જઈને ટેક્સ વસૂલશે. દક્ષિણ ઝોનમાં ઢોલ વગાડીને AMC ટેક્સ વસૂલવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રહેતા લોકોએ મિલકત વેરો ભરવો પડે છે. રહેણાંક અને કોમર્શિયલ બંને મિલકતો પર દર વર્ષે ટેક્સ ચૂકવવો પડે છે.મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ પેમેન્ટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. પરંતુ શહેરમાં એવા ઘણા લોકો છે જેઓ સમયસર ટેક્સ ભરતા નથી. હવે મહાનગર પાલિકાએ આવા લોકો સામે કાર્યવાહી કરવાનો અનોખો નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. જે મુજબ સમયસર ટેક્સ નહીં ભરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેઓએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો નથી તેમના ઘરે ઢોલ વગાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલની બેઠકમાં આ બાબત પ્રકાશમાં આવી હતી કે રહેણાંક વિસ્તારોમાં કેટલાક લોકો લાંબા સમયથી વેરો ભરતા નથી. GPMC એક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે લોકોએ વેરો ભર્યો નથી તેમના નળ અને લાઇટ કનેક્શન કાપી નાખવાનો અધિકાર પણ આપે છે. જે લોકો ટેક્સ નથી ભરતા તેમના કનેક્શન પણ કાપી શકાશે. પરંતુ હવે મનપાએ શહેરીજનોને હેરાન કરવાને બદલે ઢોલ વગાડીને વેરો વસૂલવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઢોલ-નગારા સાથે ટેક્સ વસૂલવા નીકળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field