(જી.એન.એસ)તા.૩
અમદાવાદ,
અમદાવાદ,શહેરના મોનિટરિંગ માટે 180ની સિટિંગ કેપેસિટી સાથે ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ બનાવાયો છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવી પોલીસ કમિશનર કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પોલીસ કમિશનર ઓફિસમાં શહેરના મોનિટરિંગ માટે 180ની સિટિંગ કેપેસિટી સાથે ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ બનાવાયો છે. જેમાંથી શહેરમાં લગાવવામાં આવેલા 700 કેમેરાનું મોનિટરિંગ કરાશે. આમ ગુજરાત પોલીસ હવે આધુનિક ટેક્નોલોજી સાથે આગળ વધી રહી છે. જે સમગ્ર રાજ્યના પોલીસ વિભાગ માટે એક મોડલરૂપ સાબિત થવાની છે.હાઈફાઈ સુવિધા સાથે સજ્જ આ બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશનર બેસશે. બિલ્ડિંગમાં બે માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3 હજાર કાર સહિતનાં વાહનો પાર્ક કરી શકાશે. બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન પણ છે. અલગ-અલગ માળ પર વિવિધ સુવિધા સાથે સજ્જ છે. મુલાકાતીઓને એરપોર્ટની માફક અહીં સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં નવી પોલીસ કમિશનર કચેરી બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગની ખાસ વાત કરવામાં આવે તો બિલ્ડિંગમાં એન્ટ્રેન્સમાં સિક્યોરિટી ચેકિંગ રાખવામાં આવી છે, જેમાં મેટલ ડિટેક્ટરથી લઈને તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવી પોલીસ કમિશનર કચેરીમાં પાંચ કોન્ફરન્સ રૂમ તેમજ 5 ઓડિટોરિયમ, જેસીપી હેડક્વાર્ટરની કચેરી, એડીસીપી, ટ્રાફિક જેસીપી, સેક્ટર 1 અને સેક્ટર 2ની કચેરીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનરના પ્રાંગણમાં લેન્ડસ્કેપ ગાર્ડનની બાજુમાં જ શહીદો માટેની યાદગીરીના જગ્યા રાખવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસમાં અત્યાર સુધી ફરજ દરમિયાન સહીદ થયેલા લોકોની યાદી છે. જેમાં કયા વર્ષમાં કોણ શહીદ થયું તેના નામની પણ યાદી રાખવામાં આવી છે. શહીદ સ્મારકની યાદ આવે અને પોલીસ માટેની એક ભાવના સતત ઊભી રહે તે માટેની ખાસ વ્યવસ્થા છે. અહીંયાં પાર્કિંગ અને સુરક્ષાની સાથે ફાયર સેફ્ટી તેમજ અલગ તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે.આ બિલ્ડિંગમાં 3000 કારનું બેઝમેન્ટ પાર્કિંગ છે. જેમાં લેન્ડસ્કેપ ગાર્ડન, સિક્યોરિટી સિસ્ટમ, વધારાનો કંટ્રોલ રૂમ, સીસીટીવીની સુવિધા છે. અહીં મુકાનારા સીસીટીવી કેમેરા ઉત્તમ દરજ્જાના છે અને તેનાથી આખું બિલ્ડિંગ કવર થશે. આ બિલ્ડિંગને ગ્રીન ગોલ્ડન રેટિંગ આપવામાં આવશે, જેમાં ટેરેસ ગાર્ડન પણ સામેલ છે. આ હાઇરાઇસ બિલ્ડિંગમાં ઓર્ગેઇન ગેસ ગ્લાસ રાખવામાં આવશે. આખા બિલ્ડિંગમાં નેચરલ સ્ટોન નાખવામાં આવશે, તેમજ પાવર બેકઅપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બિલ્ડિંગના ટોપ પર સોલર પેનલ નાખવામાં આવી છે. બિલ્ડિંગમાં બે કાફેટેરિયા મૂકવામાં આવ્યા છે, જેમાં એક પબ્લિક માટે, જ્યારે એક સ્ટાફ માટે. એમા ખાસ કરીને એક શહીદ સ્મારક, એક પોલીસ મ્યુઝિયમ અને પોલીસ કમિશનર કચેરીમાં જવા માટે ત્રણ એન્ટ્રેન્સ પણ હશે. આ સમગ્ર બિલ્ડિંગને સર્વિસ સિક્યોરિટી અને પીસની થીમ પર બનાવવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.