Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં પોપટ નો જીવ બચાવવા માટે ફાયર બ્રિગેડના 10 જવાનોએ 30 મિનિટમાં...

અમદાવાદમાં પોપટ નો જીવ બચાવવા માટે ફાયર બ્રિગેડના 10 જવાનોએ 30 મિનિટમાં રેસ્કયુ કર્યું

31
0

સામાન્ય માણસ હોય કે પશુ-પક્ષી દરેક જીવને બચાવવા માટે ફાયર વિભાગ તત્પર હોય છે. કોઈપણ જીવને બચાવવા માટે ફાયર વિભાગને કોલ મળે ત્યારે આધુનિક ટેકનોલોજી અને સાધનોની મદદથી ફાયરબ્રિગેડ કામગીરી કરે છે. અમદાવાદના નારણપુરાના પારસનગર નજીક આવેલા 150 ફૂટ ઊંચા મોબાઈલ નેટવર્કના ટાવરમાં દોરીમાં પોપટ ફસાયો હતો. જેને ફાયરબ્રિગેડની ટીમે બચાવ્યો હતો. પોપટનો જીવ બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે ઊંચાઈ પર આગ લાગે ત્યારે લોકોને રેસ્કયુ કરવા વાપરવામાં આવતા હાઈડ્રોલીક મશીનનો ઉપયોગ કર્યો હતો. 30 મિનિટમાં ફાયર વિભાગની ટીમે સહીસલામત રીતે પોપટને રેસ્કયુ કરવામાં આવ્યું હતું

અમદાવાદ ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે નારણપુરા વિસ્તારમાં પારસનગર નજીક આવેલા મોબાઈલ ના ટાવરમાં એક પોપટ દોરીમાં ફસાઈ ગયું છે. તેને બચાવવું જરૂરી છે. ફાયર બ્રિગેડ દ્વારા નવરંગપુરા મેમનગર ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની એક ગાડી અને ફાયરના છ જવાનો તાત્કાલિક રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા જોકે ત્યાં જઈને સ્થળ પરિસ્થિતિ જોતા મોબાઈલના ટાવરમાં પર જવા માટે દરવાજા બંધ હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાઇડ્રોલિક મશીનની મદદ લેવામાં આવી હતી.

મેમનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ભુમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બપોરના સમયે અમને કોલ મળ્યો હતો ત્યારે ફાયરના જવાનો સાથે અમે મોબાઈલ ટાવર પાસે પહોંચ્યા હતા. પોપટ દોરીમાં ફસાયેલું હતું અને તેને બચાવવા માટે મોબાઈલ ટાવરના લાઈવ કેબલો હતા અને ત્યાં લોક હતું. મોબાઇલ ટાવરની હાયર ઓથોરિટીના લોકોનો સંપર્ક કરી અને તેને જાણ કરવામાં આવે ત્યાં સુધીમાં મોડું થાય તેમ હતું. ખૂબ જ ઊંચાઈ હોવાથી પક્ષીને બચાવવા છેવટે હાઇડ્રોલિક મશીનની મદદ માંગવામાં આવી હતી જેથી થલતેજ ફાયર સ્ટેશનમાં રહેલા હાઇડ્રોલિક મશીનને બોલાવવામાં આવ્યું હતું.

થલતેજ અને નવરંગપુરા ફાયર સ્ટેશનની ટીમના 10 જેટલા ફાયર જવાનો દ્વારા હાઇડ્રોલિક મશીનની મદદથી પોપટને બચાવી જીવદયા પાંજરાપોળ ખાતે મોકલી દેવાયો હતો અને સારવાર આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી હું અમદાવાદ ફાયર બ્રિગેડ સાથે જોડાયેલું છું અને સૌ પહેલી વાર એક પક્ષીના જીવને બચાવવા માટે થઈ અને હાઇડ્રોલિક મશીન નો ઉપયોગ કરવામાં આવ્યો છે

ફાયર બ્રિગેડ દ્વારા કોઈપણ સામાન્ય વ્યક્તિ હોય અથવા પશુ હોય કે પક્ષી હોય તેનો જીવ બચાવવા માટે હંમેશા તત્પર હોય છે. ફાયર બ્રિગેડ ની તમામ સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને જીવ બચાવવામાં આવે છે. આગ લાગે ત્યારે અથવા ઈમરજન્સી માં કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા માટે થઈ અને હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ કર્યો હોય તેવો અનુભવ રહ્યો છે પરંતુ એક પોપટને બચાવવા માટે પણ અમે હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ કર્યો હતો જે મારા માટે એક નવો અનુભવ હતો

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાલનપુરમાં એક શખસ કેરબો ભરીને પેટ્રોલ લઈ આવ્યો ને ઘર આગળ પડેલી ઇકોને આગ ચાંપી દીધી, પરિવારની દોડાદોડ, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના
Next articleરાજકોટમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ તળાવમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું