(જી.એન.એસ)તા.૨૬
અમદાવાદ,
2 લાખથી વધારે રકમના 225 ક્લેઈમ કરવામાં આવ્યા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની તપાસ દરમિયાન રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકારી કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ એ છે કે, PMJAY યોજનામાંથી કોઈપણ ઓપરેશન કે સારવાર માટે અગાઉથી એપ્રૂવલ લેવી પડતી હોય છે અને તેમાં સમય લાગતો હોય છે, પણ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો ઓપરેશન માટે સરકાર પાસે જે પણ એપ્રૂવલ (પ્રિ ઓથ) માગે તેને ચપટી વગાડતાં જ મંજૂરી મળી જતી હતી. આ તમામ વચ્ચે દિવ્ય ભાસ્કરના હાથમાં એ તમામ ડેટા લાગ્યા છે કે જે અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલ સરકાર પાસેથી મંજૂરી મેળવતી હતી. 2021માં ખ્યાતિ હોસ્પિટલના PMJAY યોજના અંતર્ગત એનરોલમેન્ટ થયા બાદ નવેમ્બર 2024 સુધી કઈ તારીખે સારવાર કરી અને એ સારવાર માટે સરકાર સમક્ષ કેટલી રકમ ક્લેઈમ તરીકે મૂકી છે તેની વિગતો સામે આવી છે. PMJAY વિભાગમાંથી મળેલા આ ડેટાનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનામાં એનરોલ થયા પછી એટલે કે વર્ષ 2021ના મે માસથી 2024ના નવેમ્બર માસની 11 તારીખ સુધીમાં (ખ્યાતિકાંડ બહાર આવ્યો ત્યાં સુધીમાં) કુલ 4947 ઓપરેશન કર્યા છે. આ તમામ ઓપરેશન PMJAY યોજના અંતર્ગત કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ ઓપરેશન અંતર્ગત કુલ 26 કરોડ 48 લાખ 52 હજાર 308 રૂપિયાની રકમ માટેના ક્લેઈમ સરકારમાં કરવામાં આવ્યા છે. આ ક્લેઈમ કરેલી રકમમાંથી ખ્યાતિ હોસ્પિટલને કેટલા રૂપિયા મળી ચૂક્યા છે, તે જાણી શકાયું નથી. પણ ખ્યાતિ હોસ્પિટલે 26 કરોડથી વધારેની રકમના ક્લેઈમ 43 મહિનામાં જ કરી નાખ્યા હતા.આ ત્રણેય વર્ષમાં સૌથી વધારે જો ક્લેઇમ કરવામાં આવ્યા હોય તો તે 50 હજાર કરતા ઓછી રકમ માટે સૌથી વધારે સારવાર કરી છે. આ સારવારની સંખ્યા 2806 છે જ્યારે સારવાર માટે ક્લેઈમ ની રકમ 2,75,93,953 છે. આ ઉપરાંત 1 લાખ રૂપિયાથી દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર માટે સૌથી વધારે રકમના ક્લેઈમ થયા છે જેની રકમ 10 કરો 58 લાખ 47 હજાર 211 નોંધાઈ છે. આ રકમ વચ્ચે વર્ષ 2021 થી 2024 દરમિયાન કુલ 886 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જ્યારે 4 લાખ કરતા વધુ રકમ માટે 2 દર્દીઓની સારવાર કરી છે જેના ક્લેઈમ ની રકમ 9 લાખ 6 હજાર 400 છે. આ ઉપરાંત 3 લાખથી 4 લાખની રકમ વચ્ચે કુલ 6 દર્દીની સારવાર કરી છે જેના માટે રૂપિયા 19 લાખ 59 હજાર 885 રકમના ક્લેઈમ કર્યા છે. જ્યારે 2 લાખથી 3 લાખની રકમ વચ્ચે કુલ 24 દર્દીની સારવાર કરી છે જેના માટે રૂપિયા 60 લાખ 85 હજાર 165 ની રકમના ક્લેઈમ કર્યા છે. દોઢ લાખથી 2 લાખની રકમ વચ્ચે કુલ 226 દર્દીની સારવાર કરી છે જેના માટે રૂપિયા 3 કરોડ 85 લાખ 5 હજાર 449 રકમના ક્લેઈમ કર્યા છે. 50 હજારથી 1 લાખ ની રકમ વચ્ચે 997 દર્દીઓની સારવાર કરવામાં આવી છે જેની સામે 8 કરોડ 39 લાખ 54 હજાર 245 રકમનો ક્લેઈમ કર્યો છે. આ બધામાં સૌથી ઓછી રકમ 2145 છે જ્યારે સૌથી વધારે રકમ 4,53,200 છે.વર્ષ મુજબ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAY યોજના અંતર્ગત કરેલી સારવાર અને ક્લેઈમની વાત કરીએ તો 2022માં 940 દર્દીઓની સારવાર સામે 4 કરોડ 4 લાખ 56 હજાર 345ની રકમના ક્લેઈમ કર્યા છે. 2023માં કુલ 2411 દર્દીની સારવાર કરી છે જેની સામે 13 કરોડ 44 લાખ 35 હજાર 682 રકમના ક્લેઈમ કર્યા છે. 2024માં કુલ 1595 દર્દીની સારવાર કરી છે જેની સામે 8 કરોડ 99 લાખ 60 હજાર 281ની રકમનો ક્લેઈમ કર્યા છે. ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના અંતર્ગત એનરોલમેન્ટ બાદ 2021 થી 2024 દરમિયાન કુલ 4947 દર્દીઓની સારવાર કરી છે જેની સામે કુલ 26 કરોડ 48 લાખ 52 હજાર 308 રકમના ક્લેઈમ કર્યા છે. આ તમામ સારવારની પ્રતિ દર્દી દીઠ સરેરાશ રકમ ગણીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પેશન્ટ દીઠ સરેરાશ 53,548 રકમનો ક્લેઈમ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ક્લેઈમમાં સૌથી મોટી રકમનો ક્લેઈમ 2024ના ઓક્ટોબર માસમાં તારીખ 1 અને તારીખ 28 ના રોજ કરવામાં આવ્યો છે. આ રકમ રૂપિયા 4 લાખ 53 હજાર 200 છે જ્યારે સૌથી ઓછી રકમના ક્લેઇમ વર્ષ 2023ના ડિસેમ્બર માસ ની 7 તારીખના રોજ કર્યો છે. આ ક્લેઈમ ની રકમ 2145 છે.2021માં ખ્યાતિ હોસ્પિટલ PMJAY યોજનામાં એનરોલ થયા પછી જે પેશન્ટ પાસે મા અમૃતમ યોજનાના કાર્ડ હતા અને જે PMJAY યોજના હેઠળ આવરી લેવાતા હતા તેનો ક્લેઈમ મૂકવામાં આવતો હતો અને સરકારમાંથી નિયમ મુજબ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવી દેવાતા હતા. એવામાં ખ્યાતિના મેનેજમેન્ટને સ્ટ્રાઈક થઈ કે, PMJAYમાં ક્લેઈમ કરીએ તે રકમ મળી જાય છે. તો પછી દર્દીઓ શોધીને જ કેમ ક્લેઈમ ન કરીએ? એટલે 2022ના અંતથી કે 2023ની શરૂઆતથી ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ ‘પરાણે’ દર્દીઓ ઊભા કરવાનું કાવતરું રચ્યું અને સરકારમાંથી તગડી રકમ પડાવી લેવા મેડિકલ કેમ્પ હેઠળ દર્દીઓને શોધવા લાગ્યા. અહીંથી જ મોટું કૌભાંડ શરૂ થયું. શરૂઆતમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા નાની રકમનો ક્લેમ થતો હતો અને પછી ધીમે ધીમે આ રકમ વધતી ગઈ. 50 હજારથી 1 લાખ પછી 2 લાખ અને છેલ્લે તો 4 લાખ સુધીના ક્લેઈમ થવા લાગ્યા. ખ્યાતિ હોસ્પિટલના મેનેજમેન્ટે ધીમે ધીમે ક્લેઈમની રકમ વધારવા માંડી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.