અમદાવાદમાં નોકરી કરતા યુવકની પત્ની ગામડે પોતાના દિયર સાથે રંગરેલીયા મનાવતી હતી. જે મામલે પરિવારને જાણ થતા એક વખત સમાધાન કર્યું હતું પરંતુ ફરીથી બંને વચ્ચે સંબંધો બંધાયા હતા અને તેના ફોટો ખુદ પતિના જ બીજા ભાઈએ તેને મોકલ્યા હતા. પત્નીની કરતુતો અંગે જાણ કરી હતી. જેથી પતિએ પત્નીને છૂટાછેડા આપવાનું કહી દીધું હતું પતિ છૂટાછેડા આપવાની વાત કરતા મહિલાએ મહિલા હેલ્પલાઇન અભ્યમની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે પતિ તેની પત્નીને મારતો હતો. પત્નીએ પણ પોતાની કરેલી ભૂલો અને માફ કરી દેવા માટે માફી માંગી હતી જેથી બંને વચ્ચે સમાધાન થયું હતું અને મહિલા પોતાના દિયર સામે ગામડે પોલીસ ફરિયાદ નોંધાવા માંગતી હોવાથી હેલ્પલાઇનની ટીમે તેઓને ત્યાં મોકલી આપ્યા હતા.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાએ ફોન કરી અને કહ્યું હતું કે મારા પતિ છૂટાછેડા આપવા માંગે છે જેથી શાહીબાગ લોકેશનની મહિલા હેલ્પલાઇનની ટીમ જગ્યા પર પહોંચી હતી અને મહિલાને પૂછતા તેણે જણાવ્યું હતું કે તેમના પતિ અમદાવાદમાં નોકરી કરે છે અને પોતે ગામડે પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં બે દીકરીઓ છે અને અત્યારે ફરીથી ગર્ભવતી છે. પતિ જ્યારે પણ ગામડે આવતો હતો ત્યારે બોલાચાલી કરી અને માર જોડ કરતો હતો જેનાથી ઇજાગ્રસ્ત થતા તેમના દિયર તેમને દવા લગાવી આપતા હતા અને બહાર પણ ફરવા લઈ જતા હતા બંને વચ્ચે આ રીતે સંબંધો બંધાયા હતા અને ત્યારબાદ પતિ અમદાવાદ રહેતો હોવાથી પોતે સાથે સંબંધ રાખતી હતી.
ત્યારબાદ ભાભી દિયર વચ્ચેના સંબંધ પતિના અન્ય ભાઈને જાણ થઈ હતી અને તેમના બિભત્સ ફોટો મહિલાના પતિને મોકલી આપ્યા હતા. જેથી પતિને પત્નીની કરતુતો અંગે જાણ થઈ હતી. પત્ની પતિની ગેરહાજરીમાં પોતાના દિયર સાથે આ રીતે સંબંધ રાખતી હોવાની જાણ થતા મોટો ઝઘડો થયો હતો જેથી મહિલાએ દિયર સાથે સંબંધો તોડી નાખ્યા હતા. દિયર છેલ્લા એક વર્ષથી તેને હેરાન પરેશાન કરતો હોવાથી તેના મરજી વિરુદ્ધમાં સંબંધ રાખતી હતી.
જોકે પતિને જાણ થતા તેણે છૂટાછેડા આપવાની વાત કરી હતી જેથી મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી અને મહિલા હેલ્પલાઇનની ટીમે બંનેને સમજાવ્યા હતા જેમાં પતિએ પણ પત્ની પર હાથ નહીં ઉપાડે તેમ કહ્યું હતું જ્યારે મહિલાએ પોતે કરેલી ભૂલોની માફી માંગી હતી. બંને વચ્ચે સમાધાન થયું હતું. જોકે મહિલા દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાવા માંગતી હોવાથી તેઓને ગામડે મોકલી આપવામાં આવ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.