Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં નશાની હાલતમાં કાર ચાલકે પાંચથી વધુ વાહનોને અડફેટમાં લીધા

અમદાવાદમાં નશાની હાલતમાં કાર ચાલકે પાંચથી વધુ વાહનોને અડફેટમાં લીધા

3
0

(જી.એન.એસ)તા.૨૬

અમદાવાદ,

અકસ્માતના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઓડી કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં જઈ રહેલા ઓડી કારના ચાલકે પાંચ વાહનોને અડફેટે લેતા ચકચાર મચી ગઈ હતી. અકસ્માતનો આ બનાવ આંબલી રોડ વિસ્તારમાં બન્યો હતો. ઓડી કારના ચાલક રિપલ પંચાલે બેફામ રીતે કાર હંકારતા આ અકસ્માત સર્જાયો હતો.બીજીતરફ બનાવને પગલે અહીં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જેમાં તેમણે કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો.આ અકસ્માતના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે. અકસ્માતના બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ઓડીનો ચાલક નશામાં હોવાનું બહાર આવ્યું છે. હાલમાં આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે. અકસ્માત સર્જયા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે, કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જયા બાદ કારની અંદર બેસીને જ સિગરેટ પિતો રહ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.આ અકસ્માતમાં ભોગ બનનાર એક યુવતીનું કહેવું છે કે જણાવ્યું હતું કે, મારી ઓફિસ બોપલ-આંબલી રોડ પર હોવાથી હું સવારે અહીં આવી રહી હતી. ત્યારે આગળ જઈ રહેલા ઓડી કારના ચાલકે ટક્કર મારતા હું ડીવાઈડર પર પડી ગઈ હતી. જે બાદ મને ઢસડીને આગળ લઈ ગયા હતા. એ ભાઈ એટલો નશાની હાલતમાં હતા કે એમને કંઈ ખબર પડતી નહોતી. બાદમાં ઓડી કારના ચાલકને હોશ આવતા તેણે કારમાં અંદર બેસીને સિગારેટ પીધી હતી. જે બાદ ફરી કાર ચલાવી ટાટા મોટર્સ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.આરોપી પોતાની ઓડી કાર લઈને ઈસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્રકર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શો રૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડીવાઈડર સાથે ટકરાતા કાર ઉભી રહી ગઈ હતી.ચિક્કાર નશો કરી ટ્રાફિકથી ધમધમતા આંબલી-બોપર માર્ગ પર અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે. જે થલતેજ વિસ્તારમાં રહે છે. કારનો ચાલક એટલો બધો નશામાં હતો કે, ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગરેટના દમ મારતો રહ્યો હતો. અકસ્માતની પોલીસને જાણ થતા અંતે પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી.બોપલ-આંબલી રોડ સવારના સમયે ટ્રાફિકથી ધમધમતો હતો ત્યારે જ ઓડી કારના ચાલકે સર્જેલા આતંકના કારણે રસ્તા પર ભાગમભાગના દૃશ્યો સર્જાયા હતા. ઓડી કારના ચાલકે એક બાદ એક વાહનોને અડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કરતા રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત સર્જી ભાગી રહેલા કારના ચાલકે આગળ રેલિંગમાં કાર અથડાવી હતી. ત્યારબાદ ત્યાં પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડીયા ખાતો જોવા મળ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશૌચાલયોનો સદઉપયોગ તથા સ્વચ્છતા બાબતે જાગૃતતા લાવવાના હેતુથી રાજ્યકક્ષાએ સ્વચ્છ, સુંદર શૌચલયની હરિફાઇ યોજાશે
Next articleગાંધીનગરમાં નવી સૂચિત જંત્રીના લીધે ફક્ત નવા નહીં, વર્તમાન મિલકત ધારકોને પણ ફટકો