Home Uncategorized અમદાવાદમાં નકલી લાઇસન્સધારકના નામે ખાતું ખોલાવી કરચોરીનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું

અમદાવાદમાં નકલી લાઇસન્સધારકના નામે ખાતું ખોલાવી કરચોરીનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું

52
0

ઉંઝા એપીએમસી માર્કેટના નકલી લાઈસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂ.500 થી 600 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડમાં ખાતેદારોને 1 કરોડના ટ્રાન્જેક્શન ઉપર રૂ.10 હજાર કમિશન આપવામાં આવતું હતું.

જો કે ખાતેદારોને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસો આપતા કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું હતું. ઘાટલોડિયા પીઆઈ વાય.આર.વાઘેલા એ આ અંગે ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખ, ઋતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. જેમાં જણાવ્યા અનુસાર, ઋતુલ પટેલ ધારકના ફોઈનો દીકરો થાય છે.

ઋતુલે ધારકને એવી ઓફર આવી હતી કે, અમે તારા નામથી ઉંઝા એપીએમસી માર્કેટનું લાઈસન્સ કઢાવીને જીરુ, વરિયાળી તેમજ અન્ય અનાજના ખરીદ-વેચાણનો ધંધો કરવા માંગીએ છીએ. જેના 1 કરોડના ટ્રાન્જેકશનના કમિશન પેટે તમને 10 હજાર મળશે. જેથી ધારકે ઋતુલને તેના ડોકયુમેન્ટસ આપ્યા હતા. જેના આધારે આરોપીઓએ ધારકના નામનું ઉંઝા એપીએમસી માર્કેટનું ખોટુ લાઈસન્સ કઢાવીને ધારકના નામનું બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.

જો કે ધારકના ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન થવા લાગ્યા હોવાથી તેને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ આપી હતી. જેથી આ અંગે ખુદ ધારકે જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે, ઋતુલ પટેલ, ઉદય મહેતા તેમજ અન્ય લોકોએ ભેગા મળીને ધારકના ડોકયુમેન્ટસનો દુરુઉપયોગ કરીને તેના નામ ઉપર ઉંઝા એપીએમસી માર્કેટનું નકલી લાઈસન્સ કઢાવ્યુ હતું.

જેના આધારે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન કર્યા હતા. જેની પોલીસે તપાસ કરતા ઋતુલ અને ઉદયએ ધારકની જેમ જ યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખના નામે પણ ખોટા લાઈસન્સ કઢાવીને તેમના કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં ઉદય અને ઋતુલે 500 થી 600 કરોડના ટ્રાન્જેકશન કરીને ઈન્કમટેક્સની ચોરી કરી હતી.

જેથી ઘાટલોડિયા પોલીસે ધારકની અરજીની તપાસ કરતા આ કૌભાંડમાં ધારકે પણ કમિશનની લાલચમાં આવીને લાઈસન્સ – બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસે 6 એ આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ કૌભાંડમાં બ્લેક મની વ્હાઈટ કરીને ઈન્કમટેક્સની ચોરી કરવામાં આવી છે.

જેથી આ અંગે આઈટી અને ઈડી બંને ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે. જેથી આ બંને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા પણ કર ચોરીના આ કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે. ધારકના બેંક ખાતામાં કરોડોના ટ્રાન્જેકશન થતા આઇટીએ તેને નોટિસો આપી હતી.

આ પછી ધારકે ઋતુલ અને ઉદય વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસમાં અરજી આપી હતી. પોલીસે તે અરજીની તપાસ કરતા ખૂદ ધારક જ 1 કરોડ રૂપિયાના ટ્રાન્જેકશન ઉપર રૂ.10 હજાર કમિશન મેળવવાની લાલચમાં આ કૌભાંડમાં સહ આરોપી બન્યો હોવાનું પુરવાર થયું હતું.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતલોધની પર વર્ષિય મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
Next articleમહિલા પ્રમુખ બંધ ગાડીમાં ડીઝલ પુરાવી કૌભાંડ આચર્યું હતું