(જી.એન.એસ) તા.૧૩
અમદાવાદ,
અમદાવાદમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા આપવાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા આપવાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર કરવા વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ધોરણ-10ના વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા પહેલા પ્રિ-બોર્ડ પરીક્ષા આપવાની રહેશે. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા મજુબ બોર્ડ પરીક્ષાની જેમ જ પ્રિ-બોર્ડ પરીક્ષાની તૈયારી કરવામાં આવશે. ધોરણ-10ની બોર્ડ પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી છે. વિગત મુજબ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાશે. પ્રિ-બોર્ડ પરીક્ષાનો ઉદેશ્ય પ્રથમ વખત બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી 27 ફેબ્રુઆરી અને 13 માર્ચ સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી 18થી 24 જાન્યુઆરી દરમિયાન શહેરની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષા પરીક્ષા હાથ ધરશે. બોર્ડની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ વધુ ટેન્શનમાં હોય છે. પરીક્ષા દરમ્યાન કયાંક ભૂલ થાય તો વિદ્યાર્થીઓ અપસેટ થઈ જાય છે અને તેની અસર તે દિવસના પેપર પર જોવા મળે છે. બોર્ડ પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓ સાથે તેમના માતા-પિતાને પણ હોય છે. બોર્ડ પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને કોઈ સામાન્ય ભૂલનો ભોગ ના બનવો પડે માટે પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. છેલ્લા કેટલાક સમયમાં બનતા અઘિટત કિસ્સાને લઈને તંત્ર દ્વારા અગમચેતીરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડ પરીક્ષા આપી બોર્ડ પરીક્ષા કેવી રીતે થાય છે તેનાથી માહિતગાર થાય છે. અંદાજે 45 હજાર વિદ્યાર્થીઓ આપશે પ્રિ-બોર્ડ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ભય દુર આ આયોજન હાથ ધરાયું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.