છેલ્લા બે દિવસમાં 70 જેટલા આગના બનાવો, મોટાભાગના કોલમાં ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન
(જી.એન.એસ),તા.૧૨
અમદાવાદ
દિવાળીને ખુશીઓનો પર્વ કહેવાય છે. જો કે તમારી બેદરકારી તમારી આ ખુશીઓને દુ:ખમાં બદલી શકે છે. દિવાળીના પર્વમાં લોકો ઠેર ઠેર ફટાકડા ફોડતા હોય છે. જો કે આ દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જરુરી છે. જો સતર્કતા રાખવામાં ન આવે તો આગ લાગવાની કે દાઝી જવાની ઘટનાઓ બને છે.
અમદાવાદમાં દિવાળી પર્વમાં આગની ઘટનાના બનાવ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 70 જેટલા આગના બનાવો બન્યાં છે. મોટાભાગના કોલ મકાનમાં આગ લાગવાના બન્યા છે. મોટાભાગના કોલમાં ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. 10 નવેમ્બરે આગ લાગવાના 29 કોલ નોંધાયા હતા. જ્યારે 11 નવેમ્બરે 38 અને આજે સવારે 7 કોલ આગના નોંધાયા હતા. ત્યારે દિવાળી દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરુરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.