Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં દારૂ લઈ જતા વ્યક્તિ પાસે પોલીસ કોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25...

અમદાવાદમાં દારૂ લઈ જતા વ્યક્તિ પાસે પોલીસ કોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25 લાખ માંગ્યા

36
0

ગુજરાતમાં દારૂબંધીના શરૂઆતથી જ લીરેલીરા ઉડી રહ્યાં છે. દારૂબંધીનું પાલન કરાવનારી પોલીસ જ દારૂ પકડીને કેસ નહીં કરવાના પૈસા લે છે. એક તરફ સરકારના મંત્રીઓ નશીલા પદાર્થો ગુજરાતમાં પકડી પાડવામાં આવે છે એવી જાહેરમાં ચર્ચાઓ કરે છે. બીજી બાજુ પોલીસ કર્મીઓ જ દારૂ વેચવા માટે બુટલેગરોનો માર્ગ મોકળો કરી આપતા હોય છે. અમદાવાદમાં રિક્ષામાં બે પેટી દારૂ લઈ જતાં વ્યક્તિને પકડીને એક પોલીસ કોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25 લાખ રૂપિયા માંગ્યા હતાં.

ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં જ એસીબીએ છટકુ ગોઠવીને આરોપી પોલીસકર્મી અને વહીવટદારને એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. ફરિયાદીએ શાહીબાગ ખાતેથી તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલ્યા હતા.આ પાર્સલમાં બે પેટી દારૂ હતો. જેથી ફરિયાદીના કાકા શાહીબાગથી રિક્ષામાં પાર્સલ લઈને જતા હતા ત્યારે શાસ્ત્રીનગર પાસે પોલીસે રીક્ષાને રોકીને ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે મુકી દીધી હતી જે રિક્ષામાં બે પેટી દારૂ મળી આવ્યો હતો.

દારૂ પકડીને કેસ નહિ કરવા નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રકાશ રબારીએ ફરિયાદી પાસે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.જે બાદ રકઝકના અંતે 2.25 લાખ નક્કી કર્યા હતા. ફરિયાદીએ લાંચ ના આપવી હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવ્યું હતું

જેમાં ફરિયાદી 1 લાખ રૂપિયા લઈને પોલીસ કોન્સ્ટેબલ અમૃત રબારીને આપવા ગયા હતા જે પૈસા અમૃત રબારીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ કૉમ્પ્લેક્ષમાં આવેલા એપેક્ષ પાન પાર્લરના માલિક ભરત પટેલને આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ ભરત પટેલને 1 લાખ રૂપિયા આપ્યા હતા.

એસીબીએ પાન પાર્લરના દુકાનના ડ્રોવરમાંથી 1 લાખ રિકવર કર્યા હતા.બંને આરોપીઓની પણ ધરપકડ પણ કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહીસાગરમાં લૂણાવાડાની કન્યાશાળાના 155માં સ્થાપના દિવસની મહાનુભાવોના હસ્તે થઇ ઉજવણી
Next articleકડીની કેએસવી યુનિવર્સિટીની કોલેજમાં એનસીસી રેન્ક સેરેમની યોજાઈ