Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં દારૂના ધંધા માટે ખંડણી માંગનાર ૭ સામે ફરિયાદ

અમદાવાદમાં દારૂના ધંધા માટે ખંડણી માંગનાર ૭ સામે ફરિયાદ

33
0

સરદારનગરમાં દારૂનો ધંધો બંધ કરી દેનાર આધેડને ફરીથી દારૂનો ધંધો શરૂ કરી, રૂપિયા આપવા દબાણ કરી પોલીસે ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી ૧૦ લાખની ખંડણી માગી હેરાન કરતા હોવાની અરજી કોર્ટમાં કરી હતી. કોર્ટે આ મામલે ફરિયાદ નોંધાવાનું કહેતા સરદારનગર પોલીસે તેમના જ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી સહિત સાત જણાં વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

સરદારનગરમાં રહેતા સુધીરભાઈએ દારૂનો વેપાર બંધ કરી દીધો હતો. જાેકે સરદારનગરના પોલીસકર્મી સંદિપસિંહ અને પ્રદીપસિંહ ફરી વખત દારૂનો વેપલો ચાલુ કરી રૂપિયા આપવા દબાણ કરતા હતા. આ મામલે સુધીરભાઈના દીકરા પ્રશાંત તમાઈએ કોર્ટમાં અરજી કરતા કોર્ટે સરદારનગર પોલીસના અનિલ કામ્બલે, પોલીસ કોન્સ્ટેબલ રાજુ અને તેની સાથેના પાંચ જણાં વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાહુલ ગાંધી ૫મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરશે
Next articleછેલ્લા બે દાયકાથી રસ્તાનું કામ અટકી પડ્યા હોવાથી હાઈકોર્ટમાં અરજી