(જી.એન.એસ) તા.૬
અમદાવાદ,
અમદાવાદ RTO કચેરી ખાતે મેમો ભરનારની લાંબી લાંબી લાઈનોએ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો હતો અમદાવાદ શહેરમાં ગત 21 નવેમ્બરથી પોલીસ દ્વારા દિવસ દરમિયાન અને ખાસ કરીને રાતના સમયે કોમ્બિંગ કરીને ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 21 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી અમદાવાદીઓએ લગભગ એક કરોડ રૂપિયાનો દંડ RTO કચેરી ખાતે ભર્યો છે. લોકોએ 2000થી લઈને 25,000 સુધીના મેમો ભર્યા છે અને કેટલાક કિસ્સામાં તો 25000 રૂપિયા કરતા પણ વધુની રકમ દંડ તરીકે ચૂકવી છે. કોમ્બિંગમાં કુલ વાહનોના 80% વાહનો ટુ-વ્હીલર હતા આ સિવાય અન્ય ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યા ઓછી હતી. અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. કોમ્બિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ હાજર રહી મોડી સાંજથી કોમ્બિંગ શરૂ થતું જે મોડી રાત સુધી ચાલે. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા અનેક ડિટેઇન કરવામાં આવતા હતા. તથા જે લોકોના અગાઉના પણ મેમો બાકી હતા તે તમામને વાહન ડિટેઇન કરીને RTO ખાતે દંડની રકમ ચૂકવવાની હતી. જેમાં 21 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી કુલ 2600 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં મેમો ભરવા માટે વાહન માલિકોએ અમદાવાદ RTO કચેરી ખાતે કુલ 99,14,000 રૂપિયા દંડની ચૂકવણી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં અમદાવાદ RTO કચેરી ખાતે મેમો ભરનારની લાંબી લાંબી લાઈનોએ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો હતો અને RTOના ધક્કા ખાતા લોકોને 4થી 6 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા રિટર્ન થયેલા વાહનોને છોડાવવા માટે RTO કચેરી ખાતે જઈને લોકોએ 2000થી લઈને 25,000 સુધીના મેમો ભર્યા હતા અને કેટલાક કિસ્સામાં તો 25000 રૂપિયા કરતા પણ વધુની રકમ દંડ તરીકે ચૂકવી હતી. આ કોમ્બિંગમાં કુલ વાહનોના 80% વાહનો ટુ-વ્હીલર હતા આ સિવાય અન્ય ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યા ઓછી હતીઆ સમગ્ર મામલે અમદાવાદ RTOના અધિકારી, જે.જે.પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગત 21 નવેમ્બરથી શરૂ થયેલું પોલીસ કોમ્બિંગ અમદાવાદ માટે ચર્ચાનો વિષય બન્યું હતું. અનેક લોકોના વાહનો ડિટેઇન થયા બાદ તેઓ પોતાના વાહનને પરત લેવા માટે સૌપ્રથમ RTO ખાતે મેમો ભરવા માટે આવ્યા હતા. જેમાં સૌથી વધુ ટુ-વ્હીલર ડિટેઇન કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોના તો અગાઉના પાંચથી છ મેમો પણ ભરવાના બાકી હોવાથી તેમની ચુકવણીની રકમ 10,000થી પણ વધુ હતી. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન RTO કચેરીના તમામ સ્ટાફ દ્વારા પણ સવારના સાત વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી કામગીરી કરવામાં આવી હતી.વધુમાં જણાવતા કહ્યું કે, સામાન્ય દિવસોમાં જ્યાં 50 મેમો પર કામગીરી કરવામાં આવે છે ત્યારે ગત સપ્તાહમાં દરરોજના 500 જેટલા મેમો ઉપર કામગીરી કરવામાં આવી હતી. RTO કચેરી ખાતે આવનારા તમામ લોકોને મેમોની રકમ લઈને તેમના વાહનો લઈ જવા માટે પરવાનગી આપવામાં આવતી હતી. તેના માટે સામાન્ય દિવસોમાં ફક્ત એક ટીમ હાજર હોય છે ત્યારે આ દિવસોમાં ત્રણ ટીમ RTO કચેરી ખાતે હાજર હતી. વસ્ત્રાલ અને બાવળા RTO કચેરી ખાતેથી પણ સ્ટાફ અમદાવાદ RTO કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ લોકોના જે દિવસે લાઈનમાં ઊભા હોય તે દિવસે જ દંડની રકમ ભરી વાહન લઈ જવા માટે પરવાનગી આપવામાં આવતી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.