Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચે તપાસ માટે ડો. સંજય પટોળિયાના 10 દિવસના રિમાન્ડ...

અમદાવાદમાં ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચે તપાસ માટે ડો. સંજય પટોળિયાના 10 દિવસના રિમાન્ડ માગ્યા, પી.એમ.જે.એ.વાયનો સ્ટાફ પણ શંકાના દાયરામાં

3
0

(જી.એન.એસ) તા.૬

અમદાવાદ,

ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39 ટકાના ભાગીદાર ડો. સંજય પટોળિયાની 24 દિવસ બાદ ગઈકાલે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ડો. સંજય પટોળિયાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે રદ કરતાં તે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો હોવાની ચર્ચા છે. આજે ડો. સંજય પટોળિયાને 10 દિવસના રિમાન્ડની માગ સાથે ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના આરોપીએ પહેલા એક નાની કંપની ખોલી અને પછી એનું નામ બદલાવી બેરિયાટ્રિક્સ હોસ્પિટલ ખોલી, બાદમાં એમાં જૂના ભાગીદારોને છૂટા કરી નવા સહ આરોપી ડાયરેક્ટર જોડી ખ્યાતિ હોસ્પિટલ ખોલવામાં આવી હતી. 31 માર્ચ, 2022થી 11 નવેમ્બર, 2024 સુધી PMJAY યોજના હેઠળ મફત સારવાર આપવામાં આવી, એનો લાભ લઈ જરૂર ના હોય તેનાં ઓપરેશન કરી નાખ્યાં હતા. PMJAYમાંથી કુલ 16.64 કરોડની રકમ મેળવાઈ છે. ખોટા કાગળિયા બનાવ્યા કે દર્દીને બ્લોકેજ ઓછું હોય તો પણ એને વધારે બતાવી, સર્જરી કરી PMJAYનો લાભ લીધો. આ કેસમાં કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારસુધીમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી હજુ પણ ભૂગર્ભમાં છે. ઝડપાયેલા આરોપીઓની તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા PMJAYમાં તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં એક ડોક્ટર દ્વારા રોજ 100 ફાઇલને મંજૂરી આપવામાં આવે છે. સોમવારના દિવસે સૌથી વધુ ઇમર્જન્સી નોંધાઈ છે તો એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે રવિવારે કેમ્પ યોજાતા હતા, ત્યારબાદ સોમવારે હોસ્પિટલમાં ઇમર્જન્સી વધુ આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. PMJAYની તપાસ કરતાં સામે આવ્યું છે કે PMJAY યોજનામાં 10 જેટલા ડોક્ટરની ટીમ બેસે છે, જેમાંથી એક ડોક્ટરના કોમ્પ્યુટર પર દિવસની 100 ફાઈલ ક્લિયર કરવાની હોય છે. એક ફાઈલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ પાંચ મિનિટનો જ સમય આપવામાં આવે છે. આ પાંચ મિનિટ દરમિયાન જે પણ સર્જરી હોય એનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે. પાંચ મિનિટ દરમિયાન જ ડોક્ટર દ્વારા ફાઇલને એપ્રૂવલ કે રિજેક્ટ ફરજિયાત આપવાનું હોય છે. પાંચ મિનિટ સુધીમાં ડોક્ટર એપ્રૂવલ ના આપે તો ફાઇલ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખોટા બ્લોકેજના કાગળિયા બનાવ્યા હતા. PMJAY માં 70 ટકાથી વધુ બ્લોકેજ હોય તો જ લાભ મળે, આરોપીનો રોલ તપાસવાનો છે. 39 ટકા શેર હોવાથી નાણાકીય બાબતોની પૂછપરછ કરવાની. ચાર ડિરેક્ટરમાંથી આ એક જ ડોક્ટર, જે મેડિકલનું જ્ઞાન ધરાવે છે, જેથી સાથે રાખી ઝીણવટપૂર્વક તપાસની જરૂર વર્તાય છે. રેલવે અને ONGCના કર્મચારીઓનાં પણ ખ્યાતિમાં ઓપરેશન થયાં હતા, તેની તપાસ પણ તપાસ થશે. કોની મદદથી આરોપી ભાગતો-ફરતો હતો ? ક્રાઈમ બ્રાંચે આગળની તપાસ ચલાવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field