Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ખ્યાતિકાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણાના 25 નવેમ્બર સુધી રિમાન્ડ પર રાખવાની મંજુરી

અમદાવાદમાં ખ્યાતિકાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણાના 25 નવેમ્બર સુધી રિમાન્ડ પર રાખવાની મંજુરી

10
0

(જી.એન.એસ)તા.૨૨

અમદાવાદ,

પોલીસ દ્વારા વધુ 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ઝડપાયેલા ડૉ. પ્રશાંત વઝીરાણીના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંત તબીબોની ટીમને સાથે રાખી હજી અનેક બાબતોની તપાસ કરવી જરુરી જણાતી હોય પોલીસ દ્વારા વધુ 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા 25 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી અને સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટમાં પોલીસ દ્વારા કેટલીક બાબતોની તપાસ કરવી જરૂરી હોવાથી વધુ સાત દિવસના રિમાન્ડની માગણી કરાઈ છે. કોર્ટ દ્વારા પોલીસે કરેલી રજૂઆતના ધ્યાનમાં લઇને સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. JCP શરદ સિંઘલે નિવેદન આપતા જણાવ્યું કે, ખ્યાતિ કેસમાં ડૉ. પ્રશાંત ઝડપાયો છે. પરમ દિવસે અને ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલમાં રેડ કરવામાં આવી હતી. અમે લુકઆઉટ નોટિસ પણ ઈશ્યુ કરી છે. હોસ્પિટલના CCTV પણ કબજે કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રોસેસ ચાલુ છે. ખ્યાતિ હોસ્પિટલનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રોસેસ ચાલુ છે. 13 ગામમાં હેલ્થ કેમ્પ થયા હતા તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. ફરિયાદ કરવા માગતા હોય તો ક્રાઈમબ્રાન્ચમાં આવી શકે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. કાર્તિક પટેલ વિદેશમાં જ છે, બાકીના લોકો વિદેશ ગયા નથી. ભારતમાં જ ક્યાંય છુપાયેલા છે. 5 જૂના આરોપી અને 2 નવા આરોપીના ત્યાં સર્ચ ચાલુ છે. તમામના ઘરે સર્ચ ચાલુ છે.તપાસ દરમિયાન કાર્તિક પટેલના બંગલામાંથી મોંઘીઘાટ દારૂની બોટલો મળી આવી છે. દારૂની 2 બોટલ, પોકર રમવાના સાધનો પણ મળ્યા છે. આ મુદ્દે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાશે. સમુદ્રમાંથી ડ્રગ્સ પકડી લાવનાર પોલીસ ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓને પકડવામાં નિષ્ફળ નીવડી છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલના નિવાસસ્થાને સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે. લોકોના હૃદય ચીરીને કાર્તિક પટેલે કરોડોનો બંગલો બનાવ્યો છે. સિંધુભવન રોડ પર આવેલ અભિશ્રી રેસીડેન્સી 2ના બંગલા નંબર 4માં કૌભાંડી કાર્તિક રહેતો હતો. કાર્તિક પટેલનો કરોડોનો લેવિશ બંગલો સિંધુભવન પર આવેલ છે. કાર્તિક પટેલે લોકોના લોહી ચૂસી ખરીદી કરોડોની ગાડીઓનો ખડકલો કર્યો છે. કૌભાંડી કાર્તિક પટેલ 3 નવેમ્બરથી વિદેશમાં છે. કાંડ સામે આવ્યા બાદ 12 નવેમ્બરથી કાર્તિક પટેલની માતા પણ નિવાસસ્થાનેથી ગાયબ છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ સર્જાયાના સપ્તાહ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદમાં ભાજપના કોર્પોરેટરના સગા ભાઈએ એક મહિલા સાથે દુષ્કર્મ આચયૌ
Next articleઅમદાવાદમાં ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 પિસ્તોલ અને 40 કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યું