પીધેલી હાલતમાં શખ્સે બસ અથડાવતાં લોકોમાં નાસભાગ મચી ગઈ
(જી.એન.એસ),તા.૧૬
અમદાવાદ
અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપો માંથી કોઈ અજાણ્યો શખ્સ કૃષ્ણનગર અમરેલી રૂટની એસટી બસ ઉઠાવી દહેગામ તાલુકાના કનીપુર મુકામે લઈ આવ્યો હતો જ્યાં તેણે બસને કનીપુર ગામના લોકો ભાગોળે કબીર આશ્રમ પાસે આવેલા એક ઝાડ પાસે ધડાકાભેર અથડાવતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા બસ ચલાવનાર શખ્સ પીધેલી હાલતમાં હોવાનું પણ કેટલાક ગ્રામજનોએ જણાવ્યું હતું આ અંગેની જાણ એસટી વિભાગને કરવામાં આવતા તેઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપો માંથી ગત મોડી રાત્રે કોઈ અજાણ્યો શખ્સ કૃષ્ણનગર અમરેલી રૂટની ડેપોમાં પાર્ક કરેલી એસટી બસ ઉઠાવી ગયો હતો તેમ છતાં તંત્ર નિંદ્રામાં રહ્યું હતું અજાણ્યા શખ્સ દ્વારા ઉઠાંતરી કરવામાં આવેલી આખે આખી બસને મુખ્ય માર્ગ પર થઈને દહેગામ તાલુકાના કનીપુર ગામની ભાગોળે આવેલા કબીર આશ્રમ પાસે લઈ આવ્યો હતો જ્યાં તેણે બસને ધડાકાભેર એક ઝાડ સાથે અથડાવતા બસના કાચ પણ તૂટી ગયા હતા.
ધડાકાભેર બસ ઝાડ સાથે અથડાતા આસપાસના સૌ લોકો જાગી ગયા હતા અને બસ પાસે આવ્યા હતા જ્યાં બસનો ચાલક કે જે એસટીનાં ડ્રાઇવર કે કર્મચારી જેવો લાગતો ન હતો અને તેને પૂછવા પર સંતોષકારક જવાબ પણ આપતો ન હતો તેમજ તે શખ્સ માદક પદાર્થ પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું જેથી આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા એસટી વિભાગ અને પોલીસને કરવામાં આવતા એસટી વિભાગનું તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું અને કૃષ્ણનગર એસટી ડેપોના જવાબદારો દ્વારા એસટી બસની ચોરી અંગેની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.