(જી.એન.એસ) તા.૧૦
અમદાવાદ,
અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનો રોડ હાલમાં ફોર લેન છે તેને સિક્સ લેન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ રોડને ફોર લેનમાંથી છ લેનનો કરવા સામે નડતા અવરોધો અંગે પણ ચર્ચા કરવામાં આવશે અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનો રોડ હાલમાં ફોર લેન છે તેને સિક્સ લેન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ રોડને ફોર લેનમાંથી છ લેનનો કરવા સામે નડતા અવરોધો અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને તેની રજૂઆત કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની કુમાર સમક્ષ કરવામાં આવશે. આમ કાલુપુરના રેલ્વે સ્ટેશનની જ નહીં સમગ્ર કાલુપુર વિસ્તારની કાયાપલટ પણ આના કારણે થશે તેમ માનવામાં આવે છે. હવે જો આ પ્રસ્તાવિત રોડ પ્રોજેક્ટ આકાર લે તો કેટલાય બિલ્ડિંગો દૂર કરવા પડે તેમ છે. તેમા તો કેટલાક બિલ્ડિંગો પાછા સરકારી બિલ્ડિંગો પણ છે. તેમા અમુક રાજ્ય સરકાર તો અમુક કેન્દ્ર સરકારના છે. પણ જો આ છ લેનનો રોડ થયો તો કાલુપુર વિસ્તારને રોજિંદા ટ્રાફિકમાં નોંધપાત્ર રાહત મળે તેમ મનાય છે. તેની સાથે કાલુપુર વિસ્તારમાંથી નીકળવું સજાનો મહીં પણ મજાનો અનુભવ બનશે તેમ નિષ્ણાતોનું કહેવું છે. ધારાસભ્ય દિનેશ કુશવાહા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર ટ્રાફિકની ભાવિ સંભાવનાને ધ્યાનમાં રાખીને હાલમાં ફોર લેનના રોડને છ લેનનો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને વધુ સુવિધાઓ મળી રહે અને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે રેલ્વે સ્ટેશનનું આધુનિક રીતે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરો રેલવે સ્ટેશનની કામગીરી કયા સ્ટેજ પર પહોંચી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ સંદર્ભે યોજાયેલી મહત્વની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. જેમાં કંપનીના અધિકારીઓ અને રેલવે અધિકારીઓએ કેવા પ્રકારનું રેલવે સ્ટેશન બનાવવું જોઈએ તેની સમીક્ષા કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.