Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં કટુંબના પાંચ સભ્યોએ જ હત્યા કરીને લાશ સળગાવી

અમદાવાદમાં કટુંબના પાંચ સભ્યોએ જ હત્યા કરીને લાશ સળગાવી

11
0

(જી.એન.એસ)તા.૨૨

અમદાવાદ ,

કટુંબના પાંચ સભ્યોએ જ હત્યા કરીને લાશ સળગાવી દીધીકણભામાં પ્રેમસંબંધને કારણે યુવતીના ઓનરકિંલીંગના ગુનાનો અમદાવાદ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ બનાવની વિગત મુજબ કણભા વિસ્તારના બાકરોલ બુજરંગ ગામના સ્મશાનમાં 6.9.2024ના રોજ રાત્રે કોઈ વ્યક્તિની લાશ સળગાવી દેવામાં આવી હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્મશાનમાં લાકડાથી કોઈ વ્યક્તિની લાશની અંતિમવિધી કરેલી હોવાનું તથા લાશના અવશેષોઅર્ધ સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. જેને આધારે કણભા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી. આ અજાણી લાશ અંગે કણભા પોલીસે તપાસ કરતા સ્મશાનમાં સળગાવેલ યુવતી માનસી ઉર્ફે હિના અરવિંદસિંહ સોલંકી હોવાનું તથા તે જ ગામની રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે માનસીના પરિવારજનોની પુછપરછ કરતા માનસીના મોત અંગે પોલીસને શંકા ઉપજી હતી.આથી પોલીસે વધુ તપાસ કરતા મૃતક માનસી સોલંકી પોતાના જ ગામના રહેવાસી અને પોતાના સમાજના છોકરા સાથે તેને પ્રેમસંબંધ હોવાથી તેની સાથે બે વખત ભાગી ગઈ હોવાનું જણાયું હતું.બીજીતરફ સમાજમાં બદનામી થવાના ડરથી માનસીનાપિતા તથા કુટુંબના માણસોએ ગામ છોડી દીધું હતું. તેમછતા માનસી તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે જીદ કરતી હતા.  બીજીતરફ માનસીના પરિવારજનોની સામાજીક માન્યતા મુજબ તેઓના માતાજી એક જ હોવાથી સામાજીક રીતે માનસીના લગ્ન આ છોકરા સાથે થઈ શકે તેમ ન હતું. માનસીને આ વાત સમજાવવા છતા તે માનતી ન હતી. આથી માનસીના પિતા તથા કુટુંબના સભ્યો, કાકા, બાપા અને પિતરાઈ ભાઈઓએ મળીને માનસીનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું.જેમાં માનસીને માતાજીની બાધા કરવાને બહાને વડોદરા હાલોલ હાઈવે પરની નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા. બાદમાં ઘરના માણસોએ જ તેને ગળે ટુંપો દઈને તેની હત્યા કરી નાંખી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇસ્લામિક રેઝિસ્ટન્સે ડઝનેક રોકેટ વડે ઇઝરાયલની સૈન્ય અને એરપોર્ટને નિશાન બનાવ્યું હતું, જ્યારે ઇઝરાયલે લેબનોનમાં પણ 400 થી વધુ હુમલા કર્યા હતા
Next articleપુષ્પા 2 ના અંતરાલ સુધીના ભાગને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું