Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને સુરતના યુવક પાસેથી ૨૧.૭૦ લાખ પડાવ્યા

અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને સુરતના યુવક પાસેથી ૨૧.૭૦ લાખ પડાવ્યા

7
0

(જી.એન.એસ) તા.૩

અમદાવાદ,

સુરતમાં રહેતા યુવકને ઓસ્ટ્રેલીયાના વિઝીટર વિઝા અને ત્યારબાદ વર્ક પરમીટ વિઝા આપવાનું કહીને બન્ટી-બબલી સહિત ત્રણ લોકોએ રૃા. ૨૧.૭૦ લાખ પડાવી લીધા હતા. જો કે ઓન લાઇન ચેક કરતા વિઝા બનાવટી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહી રૃપિયા પરત માંગતા જેલમાં પુરાવી દેવાની ધમકી આપીને ઓફિસે તાળાં મારીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે દંપતિ સહિત લોકો સામે ફરિયાદ નોધી છે, ચોંકાવનારી બાબત એ છે કે બન્ટી-બબલી સામે વિદેશ મોકવવાના બહાને રૃપિયા પડાવવાની આ ત્રીજી ફરિયાદ નાંેધાઇ છે  મૂળ મહેસાણાના અને હાલ સુરતમાં રહેતા અને કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નારોલમાં ઓફિસ ધરાવતા દંપતિ સહિત ત્રણ સામે  ફરિયાદ નોંધાવી છે કે  જેમાં તેઓ સુરતમાં નોકરી કરતા ત્યારે પરિચીત વ્યક્તિને ઓસ્ટ્રેલિયા વર્ક પરમીટ પર જવાની વાત કરી હતી. જેથી મિત્રએ જીગ્નેશ રાઠોડ સાથે સંપર્ક કરાવ્યો હતો. જેમાં કુલ રૃ. ૧૫.૭૦ લાખમાં વિઝા, ટિકીટ સહિતનો ખર્ચ થશે તેમ જણાવતા ફરિયાદી યુવકે હા પાડી હતી અને નારોલ ઓફિસે આવીને જરુરી ડોક્યુમેન્ટઆપ્યા હતા.  તે સમયે ત્રણેયે આરોપીઓએ ઓસ્ટ્રેલિયા પ્રથમ વિઝીટર વિઝા અને ત્યાર પછી વર્ક પરમીટ વિઝા અપાવવાની વાત કરી હતી. જેથી યુવકને વિશ્વાસ આવતા તેમને આરોપીને કુલ રૃા.૨૧.૭૦ લાખ આપ્યા હતા. જે બાદ ત્રણેયે ભેગા મળીને વિઝાની કોપી આપી હતી તેમજ સિડનીની ટિકીટ પણ આપી હતી. પરંતુ તે માત્ર ટુરિસ્ટ વિઝા હતા પરંતુ વર્ક પરમિટ ન હતા. જે બાદ ફરિાદીએ ઓનલાઇન સાઇટ પર ચેક કરતા વિઝા નકલી હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ યુવકે વાત કરતા ન્યુઝીલેન્ડદેશના અપાવવાનું કહીને રૃપિયાની માંગણી કરી હતી. જેથી રૃપિયા પરત માંગતા ખોટા કેસમાં ફસાવી જેલમાં પુરાવાની ધમકી આપીને ઓફિસે તપાસ કરતા બંધ નાસી ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં નદીમાં રેતી ઉલેચતું મશીન તથા વધુ છ ડમ્પર સહિત ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યાં
Next articleએન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં મેળવી સફળતા