અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે આવેલી એક હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવી છે. સૌથી પહેલાં પરિણીતાની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી અને ત્યારબાદ બેડ નીચેથી તેમના માતાની લાશ મળી હતી. માતા અને દીકરી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. દીકરીની લાશ મળ્યા બાદ તેમની સાથે માતા ક્યાં ગયા તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ કરતા પોલીસને માતાની લાશ પણ મળી આવી હતી. ત્યારે ડબલ મર્ડર કેસમાં હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક પર તપાસ અટકી છે અને હાલ મનસુખની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેસનની હદમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસે આવેલી હોસ્પિટલની અંદર ખૂબ જ દુર્ગંધ મારતી હતી.
હોસ્પિટલના ઓપરેશન થિયેટરની અંદર આવેલા એક કબાટમાંથી વાસ મારતી હોવાથી હોસ્પિટલ સ્ટાફ દ્વારા કબાટ ખોલવામાં આવ્યું હતું. જેની અંદર 30 વર્ષીય પરિણીતાની લાશ મળી હતી. જે બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક પરિણીતાનું નામ ભારતી વાળા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પરિણીતાની લાશ મળ્યા બાદ પોલીસે હોસ્પિટલના સીસીટીવી તપાસ્યા હતા.
સીસીટીવી મુજબ પરિણીતા સાથે અન્ય એક મહિલા પણ હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે, પરિણીતા સાથે આવેલી અન્ય મહિલા ક્યાં ગઈ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ઓપરેશન થિયેટરના બેડ નીચેથી મહિલાની લાશ મળી આવી હતી. જોકે, આ મામલે વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ મહિલાની માતા હતા. ભારતી વાળા અને તેમની માતા ચંપા બેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં આ માતા-પુત્રીની હત્યા કરાઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ કરી હતી.
ત્યારે આ મામલે ભારતી હોસ્પિટલના કર્મચારી મનસુખ નામના યુવકના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા મનસુખની શોધખોળ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા મનસુખની અટકાયત કરવામાં આવી હતી.
હાલ ડબલ મર્ડર કેસમાં પોલીસની હોસ્પિટલમાં કામ કરતા મનસુખ પર તપાસ અટકી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા ભારતી વાળાને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.