(GNS),04
અમદાવાદમાં સ્પીડમાં ગાડી હંકારતા નબીરાઓને સબક શીખવાડવા માટે એએમસી દ્વારા લગાવવામાં આવેલા કિલર સ્પીડ બ્રેકરનું સૂરસૂરિયું નીકળી ગયું છે. અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એમ કહો કે, આ બ્રેકરને મોટાપાયે લગાવવામાં આવ્યા હતા, પરંતુ એએમસીના પ્લાનિંગનો ફિયાસ્કો થયો છે. અમદાવાદીઓ હવે આ ટાયરની મજાક ઉડાવી રહ્યાં છે. સ્થાનિકોને આ બ્રેકર પરથી રોંગ સાઈડ ગાડી ચલાવતા ટાયર ફાટી જવા ટાયર ફાટી જવાની બીક બતાડાઈ હતી. પરંતું આ બ્રેકર તો કોઈ કામના ન નીકળ્યા. અમદાવાદીઓ ચિંતા વગર લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે. લોકો ફરી રોંગ સાઈડ વાહનો હંકારતા વીડિયો સામે આવ્યાં હતા. ત્યારે એએમસીએ પોતાનો નિર્ણય બદલ્યો. હવેથી ટાયર કિલર પર રોંગ સાઈડથી જનારા વાહન ચાલકો પાસેથી 3 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવશે. સાથે ઈ-મેમો પણ આપવામાં આવશે. કિલર બમ્પ લગાવ્યા બાદ પણ રોંગ સાઈડ વાહન ચાલકો જઈ રહ્યા છે. બિન્દાસ્ત રોંગ સાઈડથી બમ્પ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે. બમ્પ મૂક્યાના થોડા સમયમાં જ વાહનચાલકોએ બમ્પની ચકાસણી કરી હતી, જેમા જાણવા મળ્યું કે, કોઈ ટાયર ફાટતા નથી, તેથી તેઓ બિન્દાસ્ત ગાડી લઈને તેના ઉપરથી રોંગ સાઈડ જવા લાગ્યા હતા. તેથી હવે નિર્ણય લેવાયો કે, હવેથી ટાયર કિલર પર રોંગ સાઈડથી જનારા વાહન ચાલકો પાસેથી 3 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવશે. સાથે ઈ-મેમો પણ આપવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.