Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ -2024ના ગેસ્ટ શેસનનો વિવાદ થયો

અમદાવાદમાં ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ -2024ના ગેસ્ટ શેસનનો વિવાદ થયો

4
0

(જી.એન.એસ) તા.૬

અમદાવાદ,

નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024નું આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલ દરમિયાન જે ગેસ્ટના સેશન રાખવામાં આવ્યા છે તે પૈકીના કેટલાક ગેસ્ટના નામને લઈ સોશિયલ મીડિયામાં વિરોધનો સૂર ઉઠ્યો છે. જાણીતા લેખક વિલિયમ ડેલરીમ્પલ અને સેવી કરનેલ જેવા લેખકોના સેશનને લઈ યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યકત કરી છે. આ સમગ્ર બાબતે જ્યારે ફેસ્ટિવલનું આયોજન કરનાર નેશનલ બુક ટ્રસ્ટના જવાબદાર કર્મચારીને પૂછતા તેઓએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024માં કેટલાક વિવાદાસ્પદ લેખકોના સેશન રાખવામાં આવ્યા હતા. જેને લઇને સોશિયલ મીડિયામાં પણ વિરોધ થયો હતો. સોશિયલ મીડિયા પર થયેલા વિરોધ બાદ સેવી કરનેલ અને કિરણ મનરાલનું બંને લેખિકાઓનું બુધવારે સાંજે આયોજિત કરવામાં આવેલું હતું જેને રદ કરાયું હોવાની જાણકારી મળી રહી છે. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈ પણ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં બુધવારે સાંજે આવવાના હતા પરંતુ કોઈ કારણોસર તેમનું પણ સેશન રદ કરી દેવામાં આવ્યું હતું. હર્ષિલ મહેતા નામના સોશિયલ મીડિયા યુઝર દ્વારા લખવામાં આવ્યું છે કે, હિન્દુ વિરોધી વિવાદાસ્પદ નિવેદનો અને વિવાદમાં આવી ચૂકેલા લેખકોને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024માં સેશન્સ માટે બોલાવવામાં આવ્યા છે. અનમોલ જૈન નામના લેખકે પણ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 માં વિલિયમ ડેલરીમ્પલ સાથે સાથે કેટલાક વિવાદાસ્પદ લેખક જેવા કે સેવી કરનેલ જેઓના પુસ્તકમાં બાબરી ધ્વંસ મામલે ઉલ્લેખ કરવામાં આવેલો છે. કિરણ મનરાલ નામના લેખક જેઓએ ઇવીએમ ખરાબ છે, નવી સંસદનું ઉદ્ઘાટનની નકલ, અયોધ્યામાં દીવાઓની કેમ જરૂરિયાત વગેરે સવાલો ઉભા કર્યા હતા. લેખકો-કોલમ લખનાર અને વાંચનનો શોખ ધરાવનારા તેમજ જાણકાર લોકો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી કે, કેટલાક ડાબેરી વિચારધારા ધરાવતા લેખકોને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સેશન્સમાં બોલાવવામાં આવ્યા છે. વિલિયમ ડેલરીમ્પલ નામના લેખક જેનું 7 ડિસેમ્બરના રોજ સેશન રાખવામાં આવ્યું છે. તેઓ પણ ઘણું ભારત વિરુદ્ધ બોલ્યાં અને લખ્યું વિવાદો પણ થયા હોવાનું સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખવામાં આવ્યું છે. અમદાવાદમાં નેશનલ બુક ફેર ટ્રસ્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024ની વેબસાઈટ પણ છેલ્લા બે દિવસથી યોગ્ય રીતે કાર્યરત થતી નથી. તેમાં કોઈપણ પ્રકારની માહિતી પણ મળતી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field