Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં આસિ. પ્રોફેસર ક્લાસ-1ની 26 જગ્યા સામે 12 ઉમેદવાર જ ઇન્ટરવ્યૂ સુધી...

અમદાવાદમાં આસિ. પ્રોફેસર ક્લાસ-1ની 26 જગ્યા સામે 12 ઉમેદવાર જ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા

25
0

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી જાહેર કરી હતી, પરંતુ 11 નવેમ્બરે જાહેર કરેલા ઇન્ટરવ્યૂ માટેના નોટિફિકેશનમાં ચાર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ-1ની કુલ 26 જગ્યા સામે માત્ર 12 ઉમેદવાર જ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે. જો તમામ ઉમેદવારો પાસ થાય તો પણ સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ વર્ગ-1ની 14 જગ્યા ખાલી રહેશે, જેને આવતા વર્ષે નવા ભરતી કેલેન્ડરમાં સમાવાશે.

મેડિકલ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે જાહેર કરાયેલી જગ્યાઓ સામે ઉમેદવારો જ મળતા નથી. આ વર્ષે મેડિકલ કોલેજોમાં પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી જાહેર કરાઈ હતી, પરંતુ ખાસ કરીને ટીબીના વિષયમાં જાહેર કરેલી જગ્યાઓ સામે ઉમેદવારો મળી રહ્યા નથી, જેથી ખાલી જગ્યાઓ આવતા નવા ભરતી કેલેન્ડરમાં ટ્રાન્સફર કરાશે.

તજજ્ઞોના મતે, પ્રાઇવેટમાં સારા પગારની પ્રેક્ટિસને કારણે અમુક વિષયોમાં ઉમેદવારો મળતા નથી. ઉપરાંત આ વિષયોમાં ભરતીમાં મગાયેલી શૈક્ષણિક લાયકાત પૂરા કરનારા ઉમેદવારો પણ ઓછા છે, કારણ કે અભ્યાસના શરૂઆતના તબક્કા બાદ જ સારી નોકરી મળી રહે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં જ રાજકારણ ગરમાયું
Next articleસુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકો પર સુરત જિલ્લાના પ્રમુખ સંદીપ દેસાઈને ટિકિટ મળી