(જી.એન.એસ) તા. 27
અમદાવાદ,
અમદાવાદમાં અનુપમ ખોખરા પાસે સર્જાયેલ ગંભીર માર્ગ અકસ્માતમાં એક આરપીએફ જવાનનું મોત નિપજયું છે. વહીવટીતંત્ર અને આરટીઓ દ્વારા કડક પગલા લેવાયા છતાં ટ્રાફિક સમસ્યા વધી છે. અનુપમ-ખોખર પાસેના એપરલ પાર્ક ચાર રસ્તા પાસે એક ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક સવાર આરપીએફ જવાનનું મોત થયું. આરપીએફ જવાન પોતાની ડયૂટી પૂરી કરી સરસપુર ઘરે જતા હતા ત્યારે આ ગંભીર અકસ્માત બનવા પામ્યો. RPF જવાનનું નામ સત્યેન્દ્ર ચૌધરી હોવાનું સામે આવ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સત્યેન્દ્ર ચૌધરી એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. સત્યેન્દ્ર ચૌધરીનું અકસ્માતની ઘટનામાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો.
અમદાવાદમાં અકસ્માતોના કારણે મોત થવાના કિસ્સા વધ્યા છે, છતાં અમુક લોકો હજુ પણ નાસમજ બનીને બેફામ રીતે ડ્રાઈવિંગ કરી રહ્યા છે. અક્સાત નિવારવા રાજ્યભરમાં આરટીઓ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આરટીઓ એકશન મોડમાં આવતા ટ્રાફિક નિયમ તોડવા પર સજા અને દંડ વસૂલવામાં આવે છે. તેમજ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવમાં રોંગ સાઈડ વાહન હંકારવાને લઈને પણ સજા અને દંડનો અમલ શરૂ કરાયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.