(જી.એન.એસ) તા. 22
અમદાવાદ,
અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલ 2024 ની ક્વોલિફાયર 1 મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો મેદાનમાં પહોંચ્યા હતા. જ્યારે, બોલિવૂડના કિંગ ખાન, શાહરૂખ ખાન પણ પરિવાર સાથે આ મેચ જોવા માટે અમદાવાદ આવ્યા હતા.
અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ ગરમીએ કહેર વર્તાવ્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે મંગળવારની મેચ દરમિયાન 40 થી વધુ દર્શકોને હીટ સ્ટ્રોકની અસર થતાં ઇમરજન્સી સર્વિસ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી. જ્યારે, કિંગ ખાનને પણ ડિહાઇડ્રેશનની અસર થતા કે ડી હોસ્પિટલ લઈ જવાયા છે.
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન થતા આજે બપોરે શહેરની પ્રતિષ્ઠિત KD હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, હાલ તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ બહાર ફેન્સનું હુજુમ ભેગું ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી જેવામાં આવ્યો છે. જો કે, શાહરૂખ ખાનની તબિયત અંગે જાણ થતા કેટલાક ફેન્સ હોસ્પિટલની બહાર પહોંચ્યા હતા. શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.