Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદની કોર્ટમાં વકીલને સાક્ષીએ જ લાફો માર્યો

અમદાવાદની કોર્ટમાં વકીલને સાક્ષીએ જ લાફો માર્યો

6
0

(જી.એન.એસ)તા.૧૯

અમદાવાદ,

અમદાવાદમાં કોર્ટમાં કાર્યવાહી દરમિયાન વકીલને સાક્ષીએ લાફો મારવાની ચકચારભરી ઘટના બની છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આ બનાવ બન્યો હતો. અમદાવાદમાં કોર્ટમાં કાર્યવાહી દરમિયાન વકીલને સાક્ષીએ લાફો મારવાની ચકચારભરી ઘટના બની છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આ બનાવ બન્યો હતો. લાફો મારવાની ઘટનાને લઈને વકીલે આરોપી સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટના અમદાવાદમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન બની હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન સામાન્ય રીતે વકીલો પૂછપરછમાં સાક્ષીઓની પૂછપરછ કરતાં હોય છે અને આ દરમિયાન તેમની ઉલટતપાસ લેતા હોય છે. આ પ્રક્રિયા કોર્ટની કાર્યવાહીની દૈનિક પ્રક્રિયા છે. તેમાં કશું નવું નથી. પણ ઘણી વખત વકીલો દ્વારા લેવામાં આવતી ઉલટ તપાસ દરમિયાન સાક્ષીઓ ઉશ્કેરાઈ જતાં હોય છે અને સાક્ષીઓ ઉશ્કેરાઈ જાય ત્યારે આ પ્રકારની ઘટના આકાર લે છે. જો કે ઉપસ્થિત પોલીસે વકીલને લાફો મારવાના પગલે સાક્ષીને તરત જ પકડી લીધો હતો અને તેને પકડીને પોલીસ જાપ્તા હેઠળ બહાર લઈ જઈને કારંજ પોલીસની કસ્ટડીમાં પૂરી દેવાયો હતો. પણ આ બનાવના પગલે આખી કોર્ટમાં હોબાળો મચી ગયો હતો અને કોર્ટનું કામકાજ અટકી ગયું હતું. આમ હવે વકીલે સાક્ષી સામે લાફો મારવાની ફરિયાદ બનાવતા સાક્ષી પોતે આરોપી બની ગયો છે, જ્યારે વકીલ ફરિયાદી બન્યો છે. જો કે સાક્ષી પાછો હાલ જે કેસ ચાલી રહ્યો છે તેમા સાક્ષી તો છે જ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં બોગસ ડોક્ટરોએ શરૂ કરેલી બોગસ હોસ્પિટલ એક જ દિવસમાં સીલ કરાઈ
Next articleઅમદાવાદમાં એ.એમ.સી બિલ્ડીંગને ન્યૂયોર્ક ટાવર જેવી બનાવામાં આવશે