(GNS),22
ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝના સહયોગથી આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ‘સીએસઆર કામગીરી હેઠળ દિવ્યાંગો માટે ખાતરીપૂર્વકની આજીવિકાને સમર્થન, સક્રિયકરણ અને નિર્માણ (સબલ)’ માટે કોર્પોરેટ્સ માટે એક રાઉન્ડ ટેબલ મીટનું આયોજન કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝના આઈએએસ સેક્રેટરી રાજેશ અગ્રવાલ, ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લા, ઈડીઆઈઆઈ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોજેક્ટ્સ (કોર્પોરેટ) ડો. રમણ ગુજરાલ તેમજ DEPwDના વરિષ્ઠ અધિકારીઓ તથા અગ્રણી કોર્પોરેટ સંસ્થાઓના સીએસઆર લીડર્સે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ‘મીટ’માં 1,500 ટેકનોલોજી સંચાલિત તથા 1,500 સામાન્ય સાહસો સહિત 3,000 નવા દિવ્યાંગ સાહસોની સ્થાપના સુનિશ્ચિત કરવા માટેના હસ્તક્ષેપો તેમજ પગલાં લેવા અને સમાજને સંવેદનશીલ બનાવવાનો એજન્ડા હાથ ધરવામાં આવ્યો હતો.આ મુખ્ય રાઉન્ડ ટેબલ મીટિંગમાં સરકાર, કોર્પોરેટ અને સંસ્થાઓ વચ્ચે અસરકારક સિનર્જી દ્વારા દિવ્યાંગો માટે વધુ સારી દુનિયા બનાવવા પર વિચારણા કરવામાં આવી હતી. ટકાઉ સાહસોના સર્જન દ્વારા દિવ્યાંગોનું સશક્તિકરણ, સમાજમાં તેમના સંપૂર્ણ સમાવેશને પ્રોત્સાહન આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ધારણા, માહોલ, સુરક્ષા અને અન્ય સુવિધાઓના સંદર્ભમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ બનાવવા, એકીકૃત કાર્યકારી માહોલને સુનિશ્ચિત કરવા માટે તરલ પદ્ધતિઓ, દિવ્યાંગો પોતાના સાહસો બનાવવા માટે ઝડપી શકે તેવી વ્યાપારી તકોની ઇન્વેન્ટરી નક્કી કરવી, પ્રોજેક્ટ અને તેના હસ્તક્ષેપોને ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે સંરેખિત કરવા અને દિવ્યાંગોને ઓછા પગારની નોકરીઓ આપનારા સમાજના વ્યાવસાયિક વિભાજનને તોડવા જેવી બાબતો સુનિશ્ચિત કરવાના વિશિષ્ટ ઉદ્દેશ્યો પર આ ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. નક્કર ચર્ચાઓ અને નિષ્કર્ષના આધારે, ચર્ચામાં ભાગ લેનાર કોર્પોરેટ્સે સહકારના કેટલાક પ્રાથમિક ક્ષેત્રોની ઓળખ કરી હતી.
દિવ્યાંગોના નેતૃત્વ હેઠળના 3,000 સાહસો બનાવવાના ધ્યેયને હાંસલ કરવા માટે ઓળખવામાં આવેલી પ્રવૃત્તિઓમાં નીચે મુજબની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે: દિવ્યાંગોના સમુદાય એકીકરણને સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ અભિયાન; વિકલાંગતા ધરાવતા કિશોરો માટે ઈમર્સિવ લાઈફ સ્કીલ્સ, દિવ્યાંગો માટે વ્યવસાયની તકો મેળવવી, દિવ્યાંગો માટે સેન્સિટાઈઝેશન વર્કશોપ, ક્રેડિટ લિંકેજ સપોર્ટ, દિવ્યાંગો દ્વારા ચલાવાતા સાહસોને મદદ પૂરી પાડવા માટે આંત્રપ્રિયોર ગ્રોથ-કમ-કાઉન્સેલિંગ પ્રોગ્રામ (ઈજીસીપી) અને બેરોજગાર દિવ્યાંગોને તેમનો વ્યવસાય સ્થાપિત કરવા સક્ષમ બનાવવા માટે માઇક્રો સ્કિલપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એમએસડીપી). DEPwDના સચિવ રાજેશ અગ્રવાલે તેમના વક્તવ્યની શરૂઆત એવા સંદેશ સાથે કરી હતી કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે પરંતુ આજે દિવ્યાંગો સામે અનેક પડકારો છે. ભારતમાં, આપણું વલણ સર્વસમાવેશક છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ સમાવેશક નથી. તેમણે સહાય અને સહાયક ઉપકરણો પ્રદાન કરવા, અપસ્કિલિંગ, દિવ્યાંગોને લોન અને માર્ગદર્શન આપવા, ‘કૂલેબિલિટી ફેક્ટર’ને અનુસરીને નોકરીઓનું મેપિંગ, યોગ્ય રહેણાંક જગ્યા પ્રદાન કરવા, આરોગ્ય સમસ્યાઓ માટે રજાઓ પૂરી પાડવા અને કંપનીઓના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં સંદેશ ફેલાવવા તથા દિવ્યાંગોની ભરતી કરવામાં સીએસઆર થકી ડોનેશન સહિતની વિવિધ પહેલ દ્વારા દિવ્યાંગજનોને ટેકો આપવા માટે વાતચીત શરૂ કરી. તેમણે દિવ્યાંગજન પ્રત્યે બહુધા સમાજના વલણમાં થતા ફેરફારો પર પણ ભાર મૂક્યો હતો. DEPwDના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કિશોર બી. સુરવાડેએ દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે નેશનલ એક્શન પ્લાન, સહાયક ઉપકરણો, દિવ્યાંગજનોને શિષ્યવૃત્તિ અને પુનર્વસન સેવાઓ સહિત વિભાગની વિવિધ પહેલો અને યોજનાઓ વિશે વાત કરી હતી.
દિવ્યાંગજનોના કૌશલ્ય અને રોજગાર માટે નવા શરૂ કરાયેલ DEPwD પીએમ દક્ષ પોર્ટલની વિશેષતાઓ સમજાવતો એક વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો હતો. ડો. સુનીલ શુક્લાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “આ સમય છે કે આપણે એક સમાજ તરીકે, સર્વસમાવેશક વિકાસ વિશે વિચારીએ જેમાં દિવ્યાંગોને સશક્ત બનાવવા એ આપણી પ્રાથમિકતા પર સર્વોચ્ચ સ્થાને હોવું જોઈએ. નિયમિત ધોરણે, આપણે ટકાઉ વેપારની તકો, અને સક્ષમ ઉદ્યોગસાહસિક સંભાવનાઓને ક્યુરેટ કરવાની જરૂર છે અને સાથે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દિવ્યાંગો યોગ્ય રીતે પ્રશિક્ષિત થાય અને તેમને સાથ-સહકાર મળી રહે. દરેક સ્તરે સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે કામના સ્થળો અને સામાજિક માળખાના વિવિધ સ્તરો પર શ્રેષ્ઠ પ્રથાઓ સ્થાપિત કરવી પણ જરૂરી છે.” કોર્પોરેટ દ્વારા દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરતા ડો. રમણ ગુજરાલે જણાવ્યું હતું કે, ઈડીઆઈઆઈએ અત્યાર સુધીમાં 266 સ્કીલ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા 8,533 દિવ્યાંગોને તાલીમ આપી છે, જેના કારણે 1,247 સાહસોની સ્થાપના થઈ છે. ઈડીઆઈઆઈ તેના કેમ્પસમાં સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ધ ડિફરન્ટલી એબલ્ડ (સીઈડીએ) ધરાવે છે જેને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સામાજિક સંરક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમ દ્વારા સમર્થન મળેલું છે. કોન્ફરન્સ રૂમમાં ઉપસ્થિત અધિકારીઓ અને કોર્પોરેટ અગ્રણીઓ વચ્ચે વિચાર-મંથનનું સેશન યોજાયું હતું. એક કલાક લાંબી રાઉન્ડ ટેબલ ચર્ચામાં સુલભતા, સહાય અને સહાયક ઉપકરણો, દિવ્યાંગો માટે એઆઈ, જોબ મેપિંગ, ઉદ્યોગસાહસિકતાની તકો અને વિકલાંગતા સંવેદનાને લગતા વિષયો સમાવિષ્ટ હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.