(જી.એન.એસ),તા.08
અમદાવાદ,
રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદના YMCA કબલમાં નકલી CBIની ટીમ ત્રાટકી છે. નકલી CBIની ટીમે ફિલ્મ મેકર યુવકને લાફા ઝીંક્યા હતા. મળતી માહિતી અનુસાર 2 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ મેકર યુવક YMCA કલબમાં મિટિંગ કરી રહ્યાં હતા. ત્યારે મિટિંગ દરમિયાન 3 શખ્સ CBIની ઓળખ આપી રુમમાં ઘુસી આવ્યા હતા. નકલી CBIની ટીમો તમામના ફોન કબજે કરી લીધાં હતા. તેમજ ફિલ્મ મેકર યુવક સામે દાદાગીરી કરી હતી.
ફિલ્મ મેકર યુવકે ફોન આપવાની ના પાડતા તેનું વોલેટ છીનવી લીધુ હતું. તેમજ યુવકે આઈકાર્ડ માગતા બોગસ આઈકાર્ડ બતાવી YMC કલબમાંથી ફરાર થયા હતા. બીજી તરફ આ અગાઉ અરવલ્લીના બાયડના સાઠંબા ગામેથી નકલી SDM ઝડપાયો હતો. ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુનાની પોલીસ પૂછપરછ વખતે ખોટી ઓળખ આપી હતી. આરોપીએ આઈકાર્ડ દર્શાવી પોતે SDM હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ પોલીસે પ્રકાશ નાયી નામના શખ્સની અટકાયત કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.