Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના 18 વર્ષીય યુવકનુ ડ્રગ્સ ઓવરડોઝના કારણે મોત થયું

અમદાવાદના 18 વર્ષીય યુવકનુ ડ્રગ્સ ઓવરડોઝના કારણે મોત થયું

9
0

(જી.એન.એસ) તા.૧૦

અમદાવાદ,

અમદાવાદમાં વધતાં જતાં ડ્રગ્સના કારણે યુવાનો માનસિક રીતે અસ્થિર થવા લાગ્યા અને જીવ ગુમાવી રહ્યા છે. અમદાવાદમાં ડ્રગ્સના દૂષણે એક યુવકનો ભોગ લીધો છે, અમદાવાદના વટવા રહેવાસી પ્રિન્સ શર્માનું ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયું હોવાની વાત મળી રહી છે. અમદાવાદના વટવાના રહેવાસી 18 વર્ષીય યુવક ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો અને મિત્રો પણ ડ્રગ્સ લેતા હોવાની વાત સામે આવી છે, ત્યારે ઈસનપુરપોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને પોલીસે એક યુવકને રાઉન્ડઅપ કર્યો છે. ઈસનપુરમાં આવેલા એક ગાર્ડનમાં આ યુવાન ડ્રગ્સલેતા લેતા ઢળી પડયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ, ત્યાંથી યુવકને LG હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ફરજ પરના ડોકટરોને લાગ્યું કે યુવાન ડ્રગ્સનો બંધાણી હશે જેને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો પોલીસે પણ મૃતદેહને પીએમ અર્થે મોકલીને પીએમથયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. તો ડ્ર્ગ્સના કારણે મોત થયું હોવાની વાત પીએમ રીપોર્ટમાં પણ સામે આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસે એક કમ્પાઉન્ડરની અટકાયત કરી છે અને આ કમ્પાઉન્ડર રોજના 200 યુવકોને આવી રીતે ઈંન્જેકશન આપતો હતો,  ત્યારે પોલીસ આ સમગ્ર કેસને લઈ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું, મિત્ર દ્વારા તેને ડ્ર્ગ્સના રવાડે ચઢાવ્યો હોવાની વાત સામે આવી છે. આખા કાંડનો સૂત્રધાર કમ્પાઉન્ડર હોવાની વાત છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી એ ‘Say No To Drugs’ અભિયાન હેઠળ નવી પહેલ શરૂ કરી છે જેમાં પોલીસ દ્વારા જે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢયા છે તે લોકોને ડ્રગ્સની લતથી કેમ દૂર કરી શકાય તેને લઈ કાઉન્સિલિંગ કરવામાં આવશે, સાથે સાથે માતા-પિતા કે કોઈ મિત્ર પોલીસને માહિતી આપશે કે તેમના બાળકોને આ ડ્ર્ગ્સના રવાડાથી દૂર કરવા છે. તો પોલીસની ટીમ કાઉન્સિલિંગ કરશે અને ડ્રગ્સની લત છોડાવવામાં મદદ પણ કરશે. પોલીસ દ્વારા જે પણ ડ્રગ્સ પેડલરો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેલ હવાલે કર્યા છે,અમદાવાદઅને સુરતમાં અત્યાર સુધી સૌથી વધારે ડ્રગ્સઝડપાયું છે અને તેને લઈ પોલીસે પણ અલગ-અલગ જગ્યાએ દરોડા પણ પાડયા હતા. ત્યારે ગુજરાતના યુવાનો ડ્રગ્સ ના રવાડે ના ચઢે તેને લઈ પોલીસ પણ કામગીરી કરી રહી છે, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી સૌથી વધારે ડ્રગ્સબિનવારસી હાલતમાં મળી આવતુ હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field