Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં ખાતે યોજાઈ કોંગ્રેસની CWCની બેઠક

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં ખાતે યોજાઈ કોંગ્રેસની CWCની બેઠક

51
0

(જી.એન.એસ) તા. 8

અમદાવાદ,

કોંગ્રેસના અધિવેશન પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ ભવિષ્યની રૂપરેખા, જિલ્લા કોંગ્રેસ કમિટીઓ (DCC)ને સશક્ત બનાવવા સહિત સંગઠનની મજબૂતી, જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કર્યું. વિસ્તૃત કાર્ય સમિતિની આ બેઠકમાં અધિવેશન સંબંધિત પ્રસ્તાવો પર વિચાર-વિમર્શ કરાયો. ત્યારબાદ CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરાયો હતો.

અમદાવાદના સરકાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં આયોજિત બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા.

આ અધિવેશનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાષ્ટ્રીય રાજકારણના પડકારો પર ચિંતન અને ચર્ચા કરશે. આ સાથે, ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પાર્ટીનું વલણ નક્કી કરીને ભવિષ્યનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને રાજકીય રીતે મજબૂતી મળી, પરંતુ હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મળેલી હારથી 2024 માટે બનાવેલ વાતાવરણ ધૂંધળું થઈ ગયું છે. કોંગ્રેસ ફરીથી ઉભા થવા અને ભાજપ સાથે સ્પર્ધા કરવા માટે રાજકીય મંથન કરવા જઈ રહી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field