11 નવેમ્બર 1856માં અમદાવાદના સંચાલન માટે 30 કમિશનરની નિમણૂક કરાઈ હતી. જો કે, આ કમિશનરોના વહીવટથી કંટાળી લોકોએ 1874માં ચૂંટણીની માગ કરી હતી. જે 11 વર્ષ પછી 1885માં સ્વીકારાઈ હતી અને 137 વર્ષ પૂર્વે રાજ્યમાં સૌથી પહેલી ચૂંટણી અમદાવાદમાં યોજાઈ હતી. ઈતિહાસવિદ રિઝવાન કાદરીના જણાવ્યા અનુસાર, શહેરની આ પહેલી ચૂંટણીમાં 8 ઉમેદવારને એક પણ મત મળ્યો ન હતો. જ્યારે 6 ઉમેદવારને એક-એક મત મળ્યા હતા. હેરિટેજ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મ્યુનિ.એ હેરિટેજ હોલ ખાતે ચૂંટણીને લગતું એક વિશેષ પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે.
ઈતિહાસવિદ રિઝવાન કાદરીના જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટ 1885એ યોજાયેલી ચૂંટણીમાં 7 વોર્ડ અને 14 બેઠક હતી. તે સમયે શહેરની વસતી માત્ર 1.25 લાખ હતી અને ફક્ત 1914 મત વેલિડ ઠર્યા હતા. કાળુપુરની બે બેઠક માટે 7 ઉમેદવાર હતા તો શાહપુરની એક બેઠક પર બેચરદાસ લશ્કરી સામે કોઈએ ઉમેદવારી કરી ન હતી. કમિશનર રાજથી કંટાળી અમદાવાદીઓએ એક આવેદનપત્રમાં ચૂંટણી યોજવાની માગણી કરાઈ હતી.
1885માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં પણ મતદારોને ખરીદવા માટે ઉમેદવારો આગલી રાત્રે રૂ. 5 રોકડ આપતા હતા. તો મતદારોને લાવવા લઇ જવા ઘોડાગાડીની સગવડ અપાતી, દારૂની મહેફિલો,કપડા, ભોજન સમારંભો યોજાતા. ઉમેદવારોના ટેકેદારો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. પ્રથમ ચૂંટણી જ લોહિયાળ સાબિત થઇ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.