Home Uncategorized અમદાવાદના વેપારી સાથે છેતરપિંડીના સંડોવાયેલા આરોપીને ફરિયાદના એક વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે...

અમદાવાદના વેપારી સાથે છેતરપિંડીના સંડોવાયેલા આરોપીને ફરિયાદના એક વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

48
0

અમદાવાદના વેપારી સાથે ૨.૮૧ કરોડની છેતરપિંડીના પ્રકરણમાં સંડોવાયેલા આરોપીને ફરિયાદના એક વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જાેકે આ મામલાના મુખ્ય સહિતના ૫ હજી ફરાર છે. શહેરના માથાભારે રણુ ભરવાડ અને ઝઘડિયામાં આશ્રમ ધરાવતા રાધે બાપુએ અમદાવાદના વેપારી નુપલ નરેન્દ્રભાઇ શાહ સાથે ૨.૮૧ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં ૪ મહિના અગાઉ નોંધાઇ હતી.

૮ મહિના પહેલાં વેપારીએ ક્રાઇમબ્રાંચ ખાતે છેતરપિંડી અંગેની અરજી આપી હતી. રણુ ભરવાડ એન્ડ કંપનીએ વેપારી પાસેથી સિંગાપોરની કંપનીમાં રોકાણ, જમીન ખરીદવા, આશ્રમ બનાવવા જેવા બહાને રૂપિયા પડાવ્યા હતા અને આરબીઆઇ, સીબીઆઇ સહિતના બોગસ લેટર બતાવી છેતરપિંડી કરી હતી.

વેપારીને ઠગ ટોળકીએ પ્રદીપ શાહુ, મનોજ નિકમ, જીતેન્દ્ર ઉર્ફે પપ્પુએ મળી મૂળ હૈદરાબાદના અને બેંગલોરમાં રહેતા જી.બી.સુધીન્દ્ર સાથે મુલાકાત કરાવી હતી. છેતરપિંડી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધાયા બાદ રણુની વૈભવી કારો જપ્ત કરી હતી, પરંતુ ૬ પૈકીના કોઈ લાંબા સમયથી ઝડપાયા ન હતા. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતા અને અનેક સંસ્થા તેમજ રાજકીય આગેવાન મનોજ નિકમને ઝડપી પાડ્યો હતો.

તેને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગ કરાશે. માથાભારે રણુ ભરવાડ અને રાધે બાપુના સંપર્કમાં મનોજ નિકમ અગાઉથી હતો. ભેજાબાજ કેહવાતા સુધીન્દ્ર સુધી નિકમ લઈને ગયો હતો. નાસિકમાં પોતાની ખાનગી યુનિ ચલાવતા અને રાજકીય વગ ધરાવતા નિકમને ખબર હતી કે, આ છેતરપિંડીનું ષડ્યંત્ર છે તેમ છતાં બનાવટી કાગળોને અસલી તરીકે રજૂ કર્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલૂંટારુઓએ પોલીસ બની માર્યો મોટો હાથ, કરોડોની જ્વેલરીની દિલધડક લૂંટ
Next articleમહેસાણાના ઊંઝામાં એક યુવતીએ શિક્ષકને હનીટ્રેપમાં ફસાવીને ૧૦ લાખની માગ કરી